રજાના દિવસોમાં ફરવા ગયેલા સુરતના એક જ પરિવારના 3 લોકોના દરિયામાં ડૂબવાથી કરુણ મોત

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટી રહ્યો છે પરંતુ હજી પણ લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. તેમાં પણ વીકેન્ડ(Weekend) હોય કે પછી જાહેર રજા મળે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટી રહ્યો છે પરંતુ હજી પણ લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે. તેમાં પણ વીકેન્ડ(Weekend) હોય કે પછી જાહેર રજા મળે ત્યારે આવી સ્થિતિમાં લોકો તરત જ હરવા ફરવા ઉપડી જાય છે. જો કે આ તમામ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વીકેન્ડમાં દરિયાકિનારે ફરવા ગયેલા એક જ પરિવારના 3 લોકોને કાળ ભરખી ગયો છે.

સુરત(Surat)ના પનામા(Panama) ખાતે દરિયામાંથી 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ત્રણ લોકો પૈકી એક બાળકનો પણ સમાવેશ થાય છે. દરિયામાં ડૂબવાથી એક સાથે ત્રણ  લોકો મોતને ભેટ્યા છે જેઓ આહીર પરિવારના હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે.

જાણો ક્યાંનો હતો આહીર પરિવાર:
સુરત શહેરના ડાભા ગામના 3 લોકો રજા પર પનામા ખાતે દરિયાકાંઠે ફરવા આવ્યા હતા. 2 સગા ભાઇ અને પુત્ર દરિયા કાંઠે ફરવા આવ્યા હતા. દરિયાના પાણીમાં મસ્તી કરતા આ ત્રણેય લોકોને ખબર જ ન રહી અને એકાએક દરિયાનું મોજુ આવ્યું અને તેઓને પાણીમાં તાણી ગયુ. અત્રે ઉલ્લેખનીય છે કે આહીર પરિવાર છેલ્લા 10 વર્ષથી પનામા ખાતે સ્થાયી થયો હતો. રજા હોવાને કારણે હોવાથી તેઓ પુત્રને લઇને દરિયાકાંઠે ફરવા લઇ ગયા હતા.

દરિયામાં ડૂબેલા મૃતકોના નામ:
આ કાળજું કંપાવી દે તેવી ઘટનામાં દિપક સૂકા ભાઈ આહીર, સ્મિત દિપક ભાઈ આહીર અને જીતેન્દ્ર ધનસુખ ભાઈ આહીરના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *