મરણચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે: બસ અને કારને નડ્યો ભયંકર અકસ્માત- કાગળની જેમ ડુચ્ચો વળી ગઈ કાર, 6 લોકોના મોત

Accident in Rajasthan Bharatpur: રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેના પરિણામે…

Accident in Rajasthan Bharatpur: રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી, જેના પરિણામે બે પરિવારના છ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન થયું હતું. મૃતકો સહિત અન્ય લોકો ધોલપુર પરત ફરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે રૂપબાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ભયાનક અકસ્માત(Accident in Rajasthan Bharatpur) સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ભોગ બનેલા પરિવારજનોને જાણ કરી હતી.

ઘટનાસ્થળે બે બળદ મૃત હાલતમાં મળી આવ્યા 
પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટના રૂપબાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે લગભગ 1:00 વાગ્યે કાર અને ખાનગી બસ વચ્ચેની ટક્કરને કારણે થઈ હતી. પીડિતો ખાતુ શ્યામજી મંદિર (સીકર)થી ધોલપુર જિલ્લામાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસ સ્ટેશનના પ્રભારી બને સિંહે જણાવ્યું કે, સ્થળ પર બે બળદ પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આખલાઓ એકબીજાની લડાઈને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રથમ નજરે જણાય છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ સ્ટેશન પાસે થયો હતો આ અકસ્માત 
બને સિંહે જણાવ્યું કે, આ અકસ્માતમાં હરેન્દ્ર સિંહ (32), તેમની પત્ની મમતા (30), તેમની પુત્રી જ્હાન્વી (6), મમતાની બહેન સુધા (35), તેમના પતિ સંતોષ (37) અને તેમના પુત્ર અનુજ (5)ના મોત થયા છે. ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમણે કહ્યું કે અકસ્માત પોલીસ સ્ટેશનની નજીક થયો હતો અને અથડામણ પછી તરત જ, પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પીડિતોને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેમાંથી છને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

કારમાં સવાર એક બાળકને કોઈ ઈજા નહિ
અકસ્માતમાં આયેશા (16) અને ભાવેશ (15) તરીકે ઓળખાતા બે લોકો ઘાયલ થયા હતા અને કારમાં મુસાફરી કરી રહેલા એક વર્ષના બાળકને કોઈ ઈજા થઈ ન હતી. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *