ભરતસીંહ સોલંકી રાત્રે મહિલા કાર્યકર્તાઓને પથારી ગરમ કરવાના અશ્લિલ મેસેજ કરે છે- વંદના પટેલનો ખુલ્લો પત્ર

હાલ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેના કરતા પણ બદતર થઇ ચુકી છે. ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની નિમણુક પછી પણ ગુજરાતના રાજકારણમાં કોઈ બદલાવ આવ્યો નથી. અને દિવસે ને દિવસે ગુજરાતમાં કોંગ્રેસ ખાડે જઈ રહી છે. ત્યારે પૂર્વ પ્રમુખ ભરતસીંહ સોલંકીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.

છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવવામાં પણ સંદતર નિષ્ફળ નીવડી છે,ત્યારે ગુજરાતીઓ પણ કોંગ્રેસથી કંટાળી ચુક્યા છે. અને એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના એક પછી એક કૌભાંડો અને કુકર્મો જનતા સામે આવતા જનતામાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. એવામાં ગુજરાતમાં કોંગ્રેસના પોણા ભાગના ઉમેદવારોની ડીપોઝીટ પણ ગુજરાતીઓ ડુલ કરી દે તો નવાઈ નહિ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને છેલ્લા દોઢ દાયકા કરતા પણ વધારે સમયથી ગુજરાત કોંગ્રસ પર જેમનું એકહથ્થુ શાસન રહ્યું છે તેવા ભરતસિંહ સોલંકીના કુકર્મો અને પાપ છાપરે ચડીને પોકારવા લાગ્યું છે. ભવિષ્યમાં પણ હજુ નેતાજીની મુશ્કેલીઓમાં ખુબજ વધારો થવાના એંધાણ વર્તાઈ  રહ્યા છે. કોંગ્રેસી કાર્યકર્તાઓમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઘણી બધી મહિલાઓનું યોનશોષણ થયું છે પણ બદનામીના ડરથી ઘણીબધી મહિલા કાર્યકર્તા આગળ નથી આવતી.

ગુજરાતમાં કોંગ્રેસ મૃત હાલતમાં જીવી રહી છે. ત્યારે પુર્વ ગાંધીનગર જિલ્લા, અને ગાંધીનગર શહેર પ્રભારી, પુર્વ પ્રદેશ પ્રતિનીધી કલોલ તાલુકા અને ગાંધીનગર તાલુકા કોંગ્રેસ પ્રભારી વંદનાબેન પટેલ દ્વારા એક પ્રેસ નોટ લેટરના નામે મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. તેમણે જે ખુલાસાઓ કર્યા છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિષે જે હકીકતો જણાવી છે તે જાણીને હવે કોઈ મહિલા કોંગ્રેસમાં કાર્યકર્તા બનતા પેહલા પણ ૧૦૦ વખત વિચાર કરશે.

વંદનાબેન કહી રહ્યા છે કે, ભરત સોલંકીના પત્ની રેશમા સોલંકીને ન્યાય અપાવવા, કોંગ્રેસ પક્ષ તેમના વ્યભિચારની પરાકાષ્ટ પછી પણ છાવરી રહી છે, અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભરતસિંહ સોલંકીની માનીતી મહિલાઓને ટીકીટ આપીને જે-તે વખતે અમિતભાઇ ચાવડાએ સજ્જન મહિલાઓને કાપીને, સારા ને કાપીને, મારા અને ભાતૃપ્રેમમાં ટીકોટોની લ્હાણી કરી.પુરુષ કાર્યકર્તાઓમાં પણ આવુજ કર્યું અને પક્ષને ખુબ મોટુ નુકસાન થયું. ભરતસિંહ સોલંકી દુર્યોધન છે તો અમિત ચાવડા દુશાસન છે.

વધુમાં તેઓ જણાવે છે કે, ઇન્ડિયા કોલોની વાળા સોનલબેન પટેલ જેવા સંસ્કારી, વફાદાર, અને સજ્જન મહિલાને અમિતભાઇ ચાવડાએ સસ્પેન્ડ કર્યા. ખરેખર એમના ભાઈને સસ્પેન્ડ કરવાની જરૂર હતી. પરંતુ મુખ્યમંત્રીના દીકરા પોતે પુર્વ કેબિનેટ મિનિસ્ટર અને બે વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા છે. સતત સંગઠનનો તેમનો હોલ્ટ તેમને માટે સત્તા બરાબર છે. તેમને માટે સત્તાની જરૂર જ નથી. તેમની રાજ-રમતો, જુથવાદની માનસિકતા અને સેક્સુઅલ મનોરોગ પક્ષને સતત નુકસાન કરાવે છે.

ભૂતકાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ, વિધાનસભા, અને લોકસભા તેમજ રાજ્યસભાના પ્લેટફોર્મનો તેમની વગથી દુરુપયોગ કરીને, પક્ષના સંગઠનમાં મહેનતુ અને નિષ્ઠવાન કાર્યકર્તાઓ ચુપથઈ માનસિક યાતનાઓ સાથે પીડા ભોગવતા રહ્યા છે. મેં અહીં આવીને કોંગ્રેસ સંગઠનનું અવલોકન અને મૂલ્યાંકન કર્યું છે. પક્ષ ચંદ લોકોને લીધે સત્તા પરથી દૂર રહે છે. અને હજ્જારો  મહેનતુ કાર્યકર્તાઓ મહેનત પછી પણ, અસન્તોષ સાથે સમસમીને બેસી રહે છે. જે તેમની સામે પડે યા સવાલો કરે તેમને, બંને ભાઈઓ સાથે મળીને બદનામ કરીને, ઉશ્કેરીને કંઈ પણ બોલાવીને કાવતરા કરીને સજ્જન લોકોને ચુપ કરી દે છે.

કોઈપણ રાજકીય પાર્ટી એ બંધારણ મુજબ કોઈની પણ માલિકીની ના હોઈ શકે. નેતાએ “ખુદ પર શાશન ફિર અનુશાસન”ના આદર્શ રૂલ્સને ફોલો કરવાની જગ્યાએ વ્યભિચાર, મનમાની, અને બેફામ બને ત્યારે કાર્યકર તરીકે હું ચુપ રહીશ નહીં. ક્યારેય કોઈ પણ વ્યક્તિ તેના બલિદાન અને આદર્શ વ્યક્તિત્વથી મહાન બને છે. અને જનતા ત્યારેજ સ્વીકાર કરે છે. પરંતુ કોંગ્રેસ પક્ષમાં એમના જેવા લોકો એમના અવગુણોને સતત પોષી રહ્યા છે. તેમના નાના ભાઈ અને રબ્બર સ્ટેમ્પ અમિતભાઇ ચાવડા પણ પોતાના દિમાગને લોક રાખીને, લાસ્ટ ચૂંટણીઓમાં અમારી ત્રણેક સજ્જન બહેનોને બેહુદો અન્યાય કરીને, સાવ મનમાની કરી, આ બાબતો મીડિયા અને કાર્યકર્તાઓના માધ્યમથી લોકો સુધી પહોંચી અને આ વિસ્તારમાં પક્ષ બુરી રીતે હાર્યો.

તેમ છતાંય આજે પણ તેમની દાદાગીરી ઓછી થતી નથી. સુધરવાનું નામ લેતા નથી. જગદીશ ભાઈઠાકોર નાના કાર્યકર્તાઓને નાની નાની બાબતોમાં, સાચા લોકોને ભરતસિંહ સોલંકીના કહેવાથી સસ્પેન્ડ કરી નાંખે છે. અને પક્ષના વફાદાર લોકોને પણ અન્યાય કરે છે. જગદીશભાઈ માં જો ખરેખર હિમ્મત હોય, અને ભાષણ અને મીડિયામાં જે બોલે છે. તે મુજબ ખરેખર  માનવતા અને માણસાઈનો અંદાજ આવતો હોય તો, ભરતસિંહ સોલંકી અને ઠંડા દિમાગે રાજનીતિ કરી સતત ભરતસિંહ સોલંકીને પોષીને પક્ષને જે ભયકંર નુકસાન કર્યું છે તે, માટે બંનેને સસ્પેન્ડ કરીને બતાવે.

હું વંદના પટેલ તેમની કહ્યાગરી ના બનતા, મારા આદર્શ અને સંસ્કાર નહીં છોડતા, મારી સાથે સતત અન્યાય અને રાજરમતો કરી રહેલા છે. મારી જેમ કેટલીયે સજ્જન બહેનો દુઃખી થઈને સારી કામગીરીની નોંધ નહીં પણ એમના માટે સારા ના બનો તો રાજકારણ પુરૂ કરી દેવાની ધમકી અમિતભાઇ ચાવડા એ જ આપી હતી.

હું ટૂંક સમયમાં પક્ષમાં નેતાઓ થીજ મહિલાઓ સુરક્ષીત ના હોય, સારા નહીં પણ મારા બહેનોને ગોઠવ્યા છે. તે તમામ બાબતો નામ જોગ જાહેર કરીશ. સમગ્ર બાબતોની તપાસ સમિતિની રચના કરવામાં આવે, અને આજ દિવસ સુધી કરેલા તમામ ગુનાઓને લીધે સજ્જન લોકોને થયેલા અન્યાયની માફી માગી તેમનું સસ્પેન્શન પાછું ખેંચી ન્યાય આપવામાં નહીં આવે તો, પક્ષના ચંદ લોકો સામે,”કોંગ્રેસ શુદ્ધિકરણ યજ્ઞ” કરીને “વોઇસ ઓફ વર્કર” કાર્યકર્તાઓનો અવાજ બુલંદ બનાવવાની પહેલ કરીને, કોઈ પણ પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. અને કાર્યકર્તાજ પક્ષની  સાચી મૂડી છે. તે સાબિત કરવા આંદોલન કરવામાં આવશે.

પક્ષમાં અન્ય કેટલીયે બહેનોએ તેમની હેરાનગતિથી બ્લોક કરવા પડ્યા છે. તેમને માનસિક સારવારની તાતી જરૂરિયાત છે. પ્રદેશ પ્રમુખે તેમના ડર થી મને જે સસ્પેન્ડ લેટર આપ્યો છે, તેને હું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી, રાહુલજી અને સોનિયાજી, પ્રિયંકાજી જોડે લઈ જઈશ, એક લકઝરી ભરી મહિલાઓ સાથે દિલ્હી જઈને રજુઆત કરવામાં આવશે.

પ્રદેશ મોવડી મંડળ કોઈ જ ગંભીર નોંધ લેતું જ નથી. સંગઠન પ્રત્યે બિલકુલ અભ્યાસ કે દીર્ઘ દ્રષ્ટિ નથી. કોંગ્રેસમાં કોઈ મોવડી મંડળ હોય તેવો કાર્યકર્તા તરીકે અહેસાસ પણ અનુભવાતો નથી. ત્યારે મીડિયા, જનતા અને જરૂર પડે, દિલ્હી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનો સહારો લઈને પણ “કોંગ્રેસ શુદ્ધિકરણ” મુહિમ ચલાવીને પક્ષના સંગઠનને નવો જોમ જુસ્સો અને જનભાગીદારી વધારીને, ન્યુસન્સ નેતા અને કાર્યકર્તા કોઈ પદ પર ગોઠવાઈ જાય તે મેરીટ પર નહીં અને મારાની નીતિ પર અવાજ બુલંદ કરવામાં આવશે. પક્ષ દરેક કાર્યકર્તાનો છે. કોઈની માલિકીનો નથી.

આ સાથેજ વંદના બહેનનો ભરતસિંહ પર આક્ષેપ છે કે ,ભરતસિંહ સોલંકી પક્ષમાં નવી આવતી દરેક પસંદ પડતી સ્ત્રી સાથે ફિજિકલ રિલેશનની માંગ કરે છે.અને એના કહયા માં ના આવનારા મહિલા સાથે એનો ઈગોહટ થાય છે. અને કોઈને કોઈ રિતે ગંદી રાજરમત રમીને તેની પાછળ હાથ ધોઈ ને પડી જાય છે. કેટલીક ગણી ગાંઠી મહિલાઓ પણ એના વ્યભિચાર માટે, દલાલીનું કામ કરીને, પક્ષમાં સ્થાન મેળવતી આવી છે. આ સમગ્ર મામલે પક્ષમાં તેમને સસ્પેન્ડ કરીને પક્ષે સામુહિક આબરૂ બચાવી લેવી જોઈએ.

ઘણીબધી મહિલા કાર્યકર્તાઓએ તેમને બ્લોક કરી દીધા છે. તેમની ગંદી આદત રાતે ચિક્કાર  દારૂ પીધા પછી 12 વાગે ગંદા મેસેજ અને ફોન કરે છે. ઇન્સ્તાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવે છે. ઢગલાબંધ અજાણ્યા સીમકાર્ડ રાખે છે. તેમના મનોરોગને લઈને તેમને પક્ષે સસ્પેન્ડ કરી દેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *