ભરતસિંહ સોલંકીની હાલત કફોડી- તાત્કાલિક વેન્ટીલેટર પર ખસેડાયા

થોડા દિવસ પહેલા જ પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી કોરોના પોઝીટીવ આવ્યો હતો. હાલ તેઓની હાલત ખુબ ગંભીર બની ગઈ છે. અને તેઓને વેન્ટીલેટર ઉપર…

થોડા દિવસ પહેલા જ પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી કોરોના પોઝીટીવ આવ્યો હતો. હાલ તેઓની હાલત ખુબ ગંભીર બની ગઈ છે. અને તેઓને વેન્ટીલેટર ઉપર મુકવામાં આવ્યા છે. હાલ ભરતસિંહ સોલંકીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

હાલ વાત કરીએ તો પ્લાઝમા થેરાપીથી ભરતસિંહ સોલંકીની તબિયતમાં કોઇ સુધારો થયો નથી. અને દિવસેને દિવસે તેમની હાલત કફોડી બની રહી છે.

ભરતસિંહ સોલંકીની કોરોનાની સારવાર કરતી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડોકટરોએ એઈમ્સ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના ડિરેકટર ડોક્ટર રણદીપ ગુલેરિયાની સલાહ લીધી છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે બે વાર સેવા આપી ચૂકેલા સોલંકીની સારવાર માટે અન્ય ટોચના ડોકટરોની સલાહ પણ લેવામાં આવી રહી છે.

ભરતસિંહ સોલંકી ઉંમર 67 વર્ષની છે. અને ભરતસિંહ સોલંકીની તબિયતમાં કોઈ સુધારો ન થતાં ગત અઠવાડિયે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, 23મી જૂને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવતા કહ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના ડોકટરોઓ AIIMSએ વડા ડોક્ટર ગુલેરિયા અને મુંબઇની લીલાવતી હોસ્પિટલના ટોચના ડોકટરોની સલાહ લીધી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં ઝડપથી સુધારો લાવવા માટે વિશેષ ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *