ભરુચમાં મોડી રાત્રે થયો વિનાશક બ્લાસ્ટ, આગ ફાટી નીકળતા 6 લોકો જીવતા હોમાયા- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): ઉનાળાની આ કપરી ગરમીમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ(Bharuch)માં મોડી રાત્રે દહેજની ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયામાં બ્લાસ્ટ(Dahej Blast) થવાને…

ગુજરાત(Gujarat): ઉનાળાની આ કપરી ગરમીમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ(Bharuch)માં મોડી રાત્રે દહેજની ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયામાં બ્લાસ્ટ(Dahej Blast) થવાને કારણે એક સાથે 6 લોકોના દર્દનાક મોત થયા હોવાની માહિતી સામે આવી છે. બ્લાસ્ટથી વિકરાળ આગ ફાટી નીકળી હતી જેથી 6 કામદારો ભડથું થઇ ગયા હતા. મોડી રાત્રે સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં હજુ એક કામદારની શોધખોળ ચાલું હતી. સમગ્ર ઘટના અંગે તાત્કાલિક જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. બીજી તરફ ફેકટરી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર, ભરૂચના દહેજમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સામે આવી છે, દહેજમાં મોડી સાંજના રોજ ત્યાં આવેલી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ કામદારોના દર્દનાક મોત થયા છે. ત્યારે સવારમાં વધુ એક કામદારનો મૃતદેહ મળી આવ્યો છે. મોડી રાત્રે બનેલી આ દર્દનાક દુર્ઘટનામાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મોટો વિસ્ફોટ થયો હતો અને તે પછી વિકરાળ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દુર્ઘટના અંદાજે રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં મોટો વિસ્ફોટ થતાં કામદારો ગભરાઈ ગયા હતા. જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્લાન્ટમાં વિસ્ફોટ એટલો મોટો હતો કે તેનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તરત જ આગ બુઝાવવાની કામગીરી સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતાં પોલીસ સહિત ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સવાલ એ છે કે આગમાં 5 લોકોના જીવ ગયા તે માટે જવાબદાર કોણ? કેમિકલ પ્રક્રિયામાં કોની બેદરકારી? શું કંપની પાસે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ન હતી? ક્યાં સુધી આ રીતે આમ જ માસુમોની જિંદગી આગમાં હોમાતી રહેશે? શું ગુનેગારોની તપાસ કરીને તેમની સામે પગલાં લેવાશે? આવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *