ભરૂચમાં મહિલા કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી હપ્તો લેતી હોવાનો વીડિયો વાયરલ

Published on: 7:45 am, Fri, 14 December 18

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો માત્ર કાગળો પર જ રહી છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો તો બનાવ્યો છે પરંતુ આ કાયદાનો કેટલા અંશે પાલન થઇ રહ્યું છે. એતો ગુજરાતના છાસવારે જાહેરમાં દારૂની બોટલો વેચાવવી, વાહનોમાંથી દારૂ મળી આવવો એવા કિસ્સાઓ ઉપરથી અંદાજ લગાવી શકાય.

તાજેતરમાં સુરતમાં એક મહિલા ખુલ્લે આમ દારૂની બોટલોનું વેચાણ કરતી નજર આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તો હવે ભરૂચમાં મહિલા કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી હપ્તો લેતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

મળતી માહિતી પ્રમાણે ભરૂચના નિકોરા ગામે મહિલા કોન્સ્ટેબલ બુટલેગ પાસેથી પૈસા લેતા રંગેહાથે કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ કથિત વીડિયોએ મહિલા પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હોવાની વાતો વહેતી થઇ છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો આ વીડિયો ભરૂચ તાલુકાના નિકોરા ગામે આવેલી નવી નગરીમાં એક દેશી દારૂના અડ્ડા પર ટુવ્હીલર લઇને કહેવાતા નબીરપુર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ પહોંચ્યા હતા. મહિલા કોન્સ્ટેબલનું મોપેડ ઉભું રહેતા જ તરત ઘરમાંથી મહિલાએ આવી તેમના હાથમાં રૂપિયા પકડાવી લીધા હતા. જે રૂપિયા પોતાના લેડીઝ પર્સમાં મકી તરત મહિલા કોન્સ્ટેબલ નીકળી ગઇ હતી.

દેશી દારૂનો વેપલો કરતી મહિલાના ઘરમાંથી જ કોઇએ આ નાણાં લેતો કથિત વીડિયો ઉતારી તેને Whatsapp ઉપર વાયરલ કરી દીધો હતો.

રાજ્યમાં દારૂબંધીની કડક વાતો અને અમલવારીની સરકારની ગુલબનગો વચ્ચે ભરૂચમાં જાહેરમાં દારૂની મહેફિલ માનતા ભાજપાના આગેવાનો બાદ મહિલા કોન્સ્ટેબલનો દેશી દારૂના અડ્ડા પરથી નાણાં લેતો કથિત વીડિયો વાયરલ થતાં ભારે હરકંપ મચી ગઇ છે.