દીકરીનાં લગ્ન કરતી વખતે કેટલાંક લોકો દહેજની માંગણી કરતાં હોય છે. આવા કેટલાંક લોકોને પ્રેરણા મે એવી જાણકારી સામે આવી છે. મહારાષ્ટ્રમાં આવેલ જાલના જિલ્લાના નાના એવાં ગામમાં ખેડૂતપુત્ર ભાઉ સાહેબ ભંવર દહેજપ્રથાને નાબુદ કરવાં માટે અનોખું અભિયાન ચલાવી રહ્યાં છે.
તેઓ આની માટે છેલ્લા 28 વર્ષથી સમગ્ર દેશમાં સાયકલ યાત્રા કરી રહ્યાં છે. તેમણે પોતાના અભિયાન અંતર્ગત સમગ્ર દેશનું 5 વાર ભ્રમણ કર્યું છે. હાલમાં તેઓ છઠ્ઠી વખત દેશમાં અભિયાન માટે સાયકલ લઈને યાત્રાએ નિકળી પડ્યાં છે. અમદાવાદમાં આવેલા ભાઉ સાહેબે દહેજપ્રથા નાબુદી અંગે લોકોને જાગૃત કર્યાં હતાં.
અમદાવાદમાં ગાંધી આશ્રમમાં ભાઉ સાહેબ જણાવતાં કહે છે કે, હું સમગ્ર દેશને મારો પરિવાર માનું છું તેમજ દહેજપ્રથાની નાબુદી માટે આ સાયકલ યાત્રા મારફતે લોકોને જાગૃત કરી રહ્યો છું. આ અભિયાન માટે સમગ્ર દેશનું 5 વાર ભ્રમણ કર્યું છે તથા હાલમાં છઠ્ઠી વાર લોકોની વચ્ચે આ મુદ્દે જાગૃત કરવા માટે નિકળી પડ્યો છું.
કોણ છે અભિયાન ચલાવનાર ભાઉ સાહેબ ભવર?
સમગ્ર દેશમાં દહેજપ્રથા નાબુદી માટે અભિયાન ચલાવનાર ભાઉ સાહેબ મહારાષ્ટ્રમાં આવેલ જાલના જિલ્લાના એક નાનકડા ગામના ખેડૂતપુત્ર છે. તેઓ સાયકલિંગ શોખ માટે નહીં પરંતુ લોકોમાં દહેજપ્રથા અંગે જાગૃતિ કેળવાય એની માટે કરી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ તેઓ દારૂબંધી તથા સામાજિક મુદ્દાઓને લઈ આજની આધુનિક પેઢીને જાગૃત કરવાનું કામ કરી રહ્યાં છે.
ભાઉ સાહેબે કેમ શરૂ કર્યું આ અભિયાન ?
વર્ષ 1993માં ભાઉ સાહેબની બહેનના લગ્ન કરવાં માટે છોકરો જોવા માટે તેઓ દરેક ગામમાં જતાં હતાં પણ દર વખતે તેઓ નિરાશ થઈને ઘરે પાછાં ફરતાં હતાં. કારણ કે, લગ્ન કરવાં માટે તેમની પાસે તમામ જગ્યાએ દહેજની માંગ કરવામાં આવતી હતી. જેને ભાઉ સાહેબનો પરિવાર ચુકવી શકે તેમ ન હતો.
અવાર નવાર આવું બનતું હોવાને લીધે ભાઉ સાહેબે નક્કી કર્યું હતું કે, સમગ્ર દેશમાં દહેજપ્રથાને નાબુદ કરવા માટે અભિયાન ચલાવીશ. તેઓ હવે દહેજપ્રથા નાબુદીનો સંદેશો દેશના ખુણે ખુણે પહોંચાડવા માંગતાં હતાં. જેને લીધે તેઓ ઘરેથી સાયકલ લઈને નિકળી પડ્યાં હતાં તેમજ લોકોને જાગૃત કરવા માટેનો નિર્ણય લીધો હતો.
દેશની બહેનો માટે અભિયાન ચલાવી રહ્યા છે ભાઉ :
ભાઉ પરિવારમાં તેમની માતા તથા ભાઈની સાથે રહે છે ભાઉ એ પોતે લગ્ન નથી કર્યા પરંતુ તેઓ સમગ્ર દેશને પોતાનો પરિવાર માને છે. ભાઉ જણાવતાં કહે છે કે, હું નાના પરિવારમાંથી મોટા પરિવારમાં જોડાયો છું મને રસ્તામાં માતાની જેમ કોઈ જમાડે છે તથા પિતાની જેમ ઠપકો આપનાર પણ મળે છે.
યાત્રા દરમિયાન કેટલીક મુશ્કેલીઓ આવે છે પણ કેટલાક યુવાનો મારી વાતને સમજે પણ છે તેમજ અન્ય લોકો સુધી પહોંચાડે પણ છે. આની સાથે કેટલીક બહેન-દીકરીઓ મને પણ કહે છે કે, અમે હવે સમજીએ છે કે જે પૈસા લઈને લગ્ન કરે તે વ્યક્તિ યોગ્ય નથી.
ભાઉ જે કોઈપણ રાજ્યની મુલાકાત લે તો ત્યાંના મોટા અધિકારીઓ તથા મંત્રીઓની સાથે પણ મુલાકાત કરીને દહેજ નાબુદી માટે શું કરવું જોઈએ તે અંગેની ચર્ચા કરે છે. તેઓનું માનવું છે કે, બદલાવ એક દિવસ માં ન આવે એની માટે ધીરજ તથા જુસ્સો જાળવી રાખવો પડે અને એના જ કારણે તે આજે પણ થાકતા નથી.
ભાઉ એક દિવસમાં 60 કિમીનું અંતર કાપે છે :
ભાઉએ તેમની આ યાત્રા વિશે જણાવે છે કે, તેમને ક્યાંય પહોંચવાનું નથી આ દેશ મારુ ઘર છે તેમજ હું ધીરે-ધીરે સમગ્ર દેશમાં ફરતો રહું છું એક દિવસમાં 60 કિમી જેટલું અંતર કાપીને રાત્રી પહેલા સુવાની જગ્યા શોધી લઉં છું. ભાઉએ તેમના ખોરાકને લઈ જણાવ્યું હતું કે, હું શુદ્ધ શાકાહારી છું મને કોઈ વ્યસન નથી. જેને લીધે હું સ્વસ્થ છું તકલીફ તો ઘણી વાર થાય છે પરંતુ આ દેશમાં તમામ જગ્યા કોઈને કોઈ મારી મદદ માટે આવી જાય છે.
સાયકલ ની સાથે 50 કિલો વજન પણ લઈને ફરે છે ભાઉ :
ભાઉ જોડે 35,000 રૂપિયાની કિમતની સાયકલ છે. જેમાં કુલ 7 ગિયર છે. આની સાથે તેઓ તેમનું લગેજ પણ સાથે લઈને ફરે છે. જેમાં ન્યૂઝ પેપરના કટિંગ તથા નેતાઓ સાથેની મુલાકાતની તસવીરોની ફાઇલ રાખે છે કે, જેનું વજન અંદાજે 50 કિલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle