અહિયાં થયું ‘આગનું તાંડવ’- કરોડોના નુકસાનની આશંકા

ભારતમાં અવાર નવાર આગ લાગતી હોય છે. ગઈકાલનાં રોજ રાતનાં સમયે રાજ્યનાં નાધેર પંથકમાં આવેલ માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાય રહેલા બંદર…

ભારતમાં અવાર નવાર આગ લાગતી હોય છે. ગઈકાલનાં રોજ રાતનાં સમયે રાજ્યનાં નાધેર પંથકમાં આવેલ માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાય રહેલા બંદર પર લાંગરેલી 2 બોટમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આ આગની ઝપટમાં આસપાસમાં રહેલી બોટ પણ આવી ગઈ હતી તેમજ તેનાં લીધે આગનાં મુવી દૃશ્યો સર્જાઈ ગયા હતા.

આ આગને લીધે બાજુમાં રહેલી 3 બોટમાં આગ લાગી જતા 5 બોટો આગની ઝપટમાં લેવાય ગઈ હતી. બેકાબૂ થયેલી આગને ફાયર બ્રિગેડની મદદ મળે તે અગાઉ જ ત્યાંની 5 બોટમાંથી 2 બોટ બળીને ખાખ થઇ હતી.  ત્યાંનાં સ્થાનિકોએ આગને કાબુમાં લેવવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા પરંતુ આગ બેકાબુ બની ગઈ હતી.

પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમાં મુકવામાં આવેલી બોટોમાં અચાનક જ આગ લાગી જતા ઘણું નુકસાન થયું છે. આગ વિશે ખારવા સમાજનાં અગ્રણી વેલજીભાઈ મસાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘આ આગ મોડી રાતના સમયે કાબૂમાં આવી ગઈ હતી. માંગરોળ સિવાય, ચોરવાડ, વેરાવળ ફાયરબ્રિગેડ સંયુક્ત ઑપરેનશ હાથધરીને મોટી નુકસાની બચાવવામાં આવી છે.

જો સમયસર આગ કાબૂમાં લાવવામાં ન આવી હોત તો 500 જેટલી બોટ આ આગની ઝપટમાં આવી જાત’. મસાણીનાં કહ્યા અનુસાર આ નુકસાનીમાં ત્રણ બોટો એકદમ બળીને ખાક થઈ ગઈ છે જ્યારે બે બોટમાં મોટું નુકસાન થયું છે. આગનાં ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા. પાલીકા ફાયર ફાઈટર તેમજ યુવાનોએ આગને કાબુમાં લેવા માટેનો પ્રયાસ કર્યો હતો.

ખારવા સમાજનાં અગ્રણી વેલજી ભાઈ મસાણી, પાલીકા પ્રમુખ મો.હુસેન ઝાલા સહિત આગેવાનો તેમજ ડીવાયએસપી પુરોહિત, પીઆઇ રાઠોડ સહિત પોલીસ ટુકડી બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવા પાછળનું ચોકકસ કારણ હજુ જાણવા મળ્યું નથી પણ કોલ્ડ રૂમમાં આવેલા થર્મોકોલનાં લીધે લાગી હોવા અંગેનું અનુમાન લગાવ્યું છે. મોડી રાત સુધી એક જ પાણી નાંખતા છેવટે આગ કાબૂમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *