26 જાન્યુઆરીએ પરેડમાં સામેલ થનાર ભાવના કાંત સૌપ્રથમ મહિલા ફાઇટર પાઇલટ હશે- જાણો વિગતે

આજની મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પુરુષોથી પાછળ રહી નથી એનું ઉત્તમ ઉદાહરણ આજે સામે આવી રહે જાણકારી પરથી મેળવી શકાય છે. થોડા દિવસ બાદ એટલે કે, 26 જાન્યુઆરીનાં રોજ ભાવના કાંત ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થનારી સૌપ્રથમ મહિલા ફાઇટર પાઇલટ હશે.

તે ભારતીય વાયુસેનાના ફાઈટર પાઈલટ દળમાં સામેલ થનારી ત્રીજી મહિલા છે. ભાવનાને ગત વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં વરદ હસ્તે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તે ભારતીય વાયુસેના તરફથી રજૂ કરવામાં આવનારી ઝાંખીનો હિસ્સો બનશે કે, જેની થીમ ‘મેક ઈન ઈન્ડિયા’ છે.

તેણે જણાવતાં કહ્યું હતું કે, તે રાફેલ તથા સુખોઈની સાથે બીજા ફાઇટર વિમાન ઉડાવવાનું પણ પસંદ કરશે. ભારતીય વાયુસેના આ વખતે LCA તેજસ, લાઈટ કોમબેટ હેલિકોપ્ટર, રોહિણી રડાર, આકાશ મિસાઈલ તથા સુખોઈ 30 MKIનું પ્રદર્શન કરશે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ તક મળવાથી ભાવના ખુબ ખુશ છે.

તેણે જણાવતાં કહ્યું હતું કે, દર વર્ષે હું પ્રજાસત્તાક દિનની પરેડ TV પર જોતી હતી. હવે હું પણ આ પરેડનો હિસ્સો બનીશ. તે મારા માટે ખુબ ગર્વની વાત છે. ભાવના બિહારના દરભંગા જિલ્લામાં આવેલ ઘનશ્યામપુર પ્રખંડના બાઉર ગામની રહેવાસી છે.

તેના પિતા એન્જિનિયર છે કે, જેઓ રિફાઇનરી ટાઉનશિપમાં ફરજ બજાવી રહ્યાં છે. ભાવનાએ પોતાનો અભ્યાસ બરૌની રિફાઈનરી DAV પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. ત્યારપછી બેંગલુરુમાં આવેલ બીએમએસ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મેડિકલ ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *