વરાછા વિસ્તારમાં આવેલા મમતાપાર્કમાં રહેતાં ભાવનાબેન મુળજીભાઈ સવાણી (ઉ.વ.આ.62) પાડોશમાં સત્સંગમાં ગયાં હતાં. જ્યાં ચાલુ ભજન કિર્તન દરમિયાન અચાનક ઢળી પડતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યાં તેમને મગજમાં ગંભીર ઈજાઓ હોવાનું નિદાન થયું હતું. બાદમાં સિટી સ્કેન અને નિદાનમાં મગજની નસો ફાટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. 15 એપ્રીલના રોજ તેણીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદમાં તેમના પરિવારે ભાવનાબેનના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. ભાવનાબેનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાનથી પાંચને નવું જીવન મળ્યું છે.
પરિવારે અંગદાનને શ્રેષ્ઠ દાન ગણાવ્યું:
મૂળ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામના ભાવનાબેન મૂળજીભાઈ સવાણીને બે પુત્રીઓ અને એક પુત્રે છે. માતા બ્રેઈનડેડ જાહેર થતાં જ પુભ ભાવિક અને પતિ મૂળજીભાઈ સહિતના પરિવારજનોએ અંગદાનને શ્રેષ્ઠ દાન ગણાવતાં ભાવના બેનના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું.
કિડની, આંખો અને લિવરનું દાન કરાયું:
કિડની અને આંખોનું દાન અમદાવાદની આઈકેડીઆરસીમાં કરાયું હતું. જ્યારે આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં કરાયું હતું. દાનમાં મેળવવામાં આવેલ કિડની પૈકી એક કિડની દાહોદના રહેવાસી અશોક દીટાભાઈ ભુરીયા ઉ.વ. ૪૪ બીજી કિડની ખાંડેલા, રાજેસ્થાનના રહેવાસી લખન નાગરમલ સંખલા ઉ.વ. ૨૬માં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ઘનશ્યામ દયાળભાઈ ગરંભા ઉ.વ. ૫૧માં અમદાવાદની IKDRC ખાતે ડો. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.