નશાબંધી નો દાવો પોકળ: સુરતમાં ૨૪ કલાકમાં ૪૫ લાખથી વધુનો નશાનો સામાન પકડાયો, વાંચો વધુ

Published on Trishul News at 1:09 PM, Sat, 22 June 2019

Last modified on June 22nd, 2019 at 1:09 PM

ગાંધીના ગુજરાતમાં નશાબંધી ગુજરાતની સ્થાપના વખતથી અમલમાં છે. પરંતુ સુરતમાં ગુજરાતમાં દારૂ- ગાંજા પર પ્રતિબંધ હોવા છતાં દારૂનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે જે જગ જાહેર છે. ગઈકાલે જ રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગુજરાતને દારુબંધીને કારણે આવક થતી નથી તેવું નિવેદન કરીને કેન્દ્ર સરકાર પાસે વધુ નાણાની માંગ કરી હતી .આવો જ એક કિસ્સો તાજેતરમાં સુરતના પુણા પોલીસ સ્ટેશન પાસે બન્યો જેમાં એક ટ્રક પકડવામાં આવ્પોયો- પોલીસે કન્ટેનર ખોલીને જોયું તો ખુબ જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જોવા મળ્યો.

સુરતના પુણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન જાણવા મળ્યું કે પરતપાટીયા પાસેથી પસાર થનાર કન્ટેનર માં લાખો રૂપિયાનો દારૂ ની હેરફેર થઈ રહી છે. આ બાબતને આધારે પોલીસે વોચ ગોઠવીને કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે કન્ટેનર ખોલીને જોતા ૩૫ લાખનો દારૂ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

પોલીસે જ્યારે કન્ટેનર ખોલ્યું ત્યારે તેઓ પણ ચોંકી ઉઠયા હતા. કારણકે કન્ટેનરમાં રૂપિયા 35 લાખની કિંમતની 400 નંગ દારૂની પેટીઓ મળી આવી હતી. હાલ પોલીસે આ બનાવમાં ડ્રાઈવર સહિત બેની ધરપકડ કરી ને પોલીસ સ્ટેશન લઇ ગયા નથી પૂછપરછ શરૂ કરી દીધી છે. કે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાઈ રહ્યો હતો. અને કોણે મોકલ્યો હતો. કઈ જગ્યા પર મોકલવામાં આવી રહ્યો હતો.અને કોણે મંગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ બરોજ કોઈને કોઈ રીતે,કોઈને કોઈ રસ્તેથી દારૂ ગુજરાતમાં અંદર લાવવામાં પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સવાલ માત્ર એ જ થાય કે કેવી રીતે આ દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાય છે. અને કોની નજર હેઠે દારૂ વેચાય છે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ જ સુરતના રેલ્વે ટ્રેકને અડીને આવેલા વરાછા અને કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા ગત સાંજે સુરત શહેર પોલીસ અને રેલ્વે પોલીસે સંયુકત કોમ્બીગ ઓપરેશન હાથ ધરી અશ્વનિકુમાર ગરનાળા પાસે શૌચાલયની પાછળની ગલીમાં બે મકાનમાંથી રૂ.૧૦.૨૫ લાખની કિંમતનો ૧૭૧ કિલો ગાંજો બિનવારસી કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રેલ્વે ટ્રેકને અડીને આવેલા વરાછા અને કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સુરત શહેર પોલીસ અને રેલ્વે પોલીસે ગત સાંજે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે માલીયાવાડ, ઉત્કલનગર, અશોકનગર, પટેલનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "નશાબંધી નો દાવો પોકળ: સુરતમાં ૨૪ કલાકમાં ૪૫ લાખથી વધુનો નશાનો સામાન પકડાયો, વાંચો વધુ"

Leave a comment

Your email address will not be published.


*