ભાવનગર(Bhavnagar): જો વાત કરવામાં આવે તો નાની ઉંમરમાં યુવાનોને હાર્ટ એટેક(Heart attack) આવવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, જેમાં કોઈ રમત દરમિયાન, કોઈ જિમમાં કે પછી કોઈ લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સમયે ઢળી પડતા મોતની ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે હવે આ બધા વચ્ચે ભાવનગરમાં બનેલી એક ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે. ભાવનગરમાં બનેલી ઘટનામાં ધૂણી રહેલા ભુવાની ઢળી પડવાની ઘટનામાં તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટના બની ત્યારે લોકોને માતાજીનો પવન આવ્યો હોવાનું માનીને બેઠા હતા. પણ જ્યારે ભુવા લાંબા સમય સુધી ભાનમાં ના આવતા લોકોએ આમ તેમ દોડા-દોડા કરી મૂકી હતી. સમગ્ર ઘટનાને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જો વાત કરવામાં આવે તો એક કાર્યક્રમ દરમિયાન ભુવાએ ધૂણવાનું શરુ કરી દીધું હતું. ત્યારે અહીં હાજર લોકો માતાજીનો પવન આવવાની વાત કરી રહ્યા હતા. પરંતુ ભુવા ફરી ઉભા જ ના થતા લોકોને નવાઈ લાગી થી. થોડી રાહ જોયા પછી તપાસ કરવામાં આવી હતી અને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તેમના શ્વાસ થંભી ગયા છે. હાલમાં તો આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.
મહત્વનું છે કે, ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણી રહેલા 65 વર્ષીય મકાભાઈ ગોહિલ નામના ભુવા ધૂણી રહ્યા હતા. આ દરમિયાન ધૂણતા-ધૂણતા તેઓ જમીન પર રહેલા ગાદલા પર બેસી પડ્યા હતા અને પછી અચાનક જ ત્યાને ત્યાં ઢળી પડ્યા હતા. આ સમય દરમિયાન કોઈને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત ખબર ન હતી, જેના કારણે અહીં સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને ત્યાં સંગીતનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાદલા પર ઢળી પડેલા ભુવા મકાભાઈ ફરી ઉભા ના થવાને કારણે કંઈક અજુગતું થયું હોવાની શંકા ત્યાં ઉપસ્થિત લોકોને થઈ હતી. ત્યારબાદ તપાસ કરવામાં આવતા તેમના શ્વાસ થંભી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જ ભુવાનું મોત થતા સમગ્ર કુંડા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.