પાણીપુરી લેવા નીકળેલા પિતા-પુત્રને ભરખી ગયો કાળ, અકસ્માતમાં મળ્યું દર્દનાક મોત- ભાંગી પડ્યો પરિવાર

Accident in Kheda: ખેડા (Kheda) જિલ્લામાં દિવસેને દિવસે અક્સ્માત (Accident)ના બનાવો સામે આવી રહ્યા છે. ઠાસરા (Accident in Thasara) તાલુકાના કંથારીયા-રાણીયા રોડ પર નવાકુવા ગામ…

Accident in Kheda: ખેડા (Kheda) જિલ્લામાં દિવસેને દિવસે અક્સ્માત (Accident)ના બનાવો સામે આવી રહ્યા છે. ઠાસરા (Accident in Thasara) તાલુકાના કંથારીયા-રાણીયા રોડ પર નવાકુવા ગામ નજીક બે મોટર સાયકલ સમી સાંજે સામ સામે અથડાતા એક બાળક સહિત ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં એક સાથે પિતા અને પુત્રનું મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થવાને કારણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અક્સ્માત સર્જાતા આજુબાજુ ગ્રામજનો ભેગા થય ગયા હતાં. જ્યારે ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરી તેના પરિવારજનોને બોડી સોંપી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, પિતા-પુત્ર પાણીપુરી લેવા નીકળ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં મૃતકોની ઓળખ કરતા નજીકના નવાપુરા ગામમાં રહેતા પિતા અને પુત્રનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. 30 વર્ષીય મૃતક અરવિંદભાઈ જેકરિયા તથા 7 વર્ષીય જયવીર અરવિંદભાઈ જેકારિયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જ્યારે અન્ય 45 વર્ષીય ગણપતભાઇ બોડાણાનું પણ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગીરવત બોડાણા ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ડાકોર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉપરોક્ત ઘટનામાં બંને બાઇક સવારો હેમ્લેટ વગર હતા. તેમજ જો હેમલેટ પહેર્યા હોત તો આ અક્સ્માતમાં પિતા-પુત્ર બચી પણ ગયા હોત. આથી, હેલ્મેટ પહેરવું જોઈએ તેવી જિલ્લાવાસીઓને નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વી.આર. બાજપાયે અપીલ કરી છે. તેમજ આવનાર દિવસોમાં પણ જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે તેમ જણાવતા કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *