હાર્ટએટેક સામે જિંદગીની જંગ હાર્યો ભાવનગરનો MBBS નો વિદ્યાર્થી- રાતે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહિ

youth dies of heart attack in Bhavnagar: રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટએટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક હાર્ટએટેકની ઘટના રાજ્યના ભાવનગરમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS ના વિદ્યાર્થીનું (youth dies of heart attack in Bhavnagar) મોત નિપજ્યું છે.જીગર ચૌધરી નામના MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતા કેમ્પસમાં ટેન્શનનો માહોલ છવાઈ ગયો છે.મૂળ બનાસકાંઠાનો જીગર ચૌધરી ભાવનગર મેડિકલ કોલેજમાં MBBS નો અભ્યાસ કરતો હતો.

મેડિકલ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર 409 માં રહેતો વિદ્યાર્થી રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠી ન શકાયો.જીગર ચૌધરી ને તેના સહાધ્યાયી મિત્રો સવારે ઉઠાડવા ગયા હતા પરંતુ તે જાગ્યો જ નહીં. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં હાજર ડોક્ટર તેને મૃત જાહેર કર્યો. હાલ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે, પરંતુ સાચું કારણ તો પીએમ થયા બાદ સામે આવશે.

હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ પછી યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ કેમ્પસમાં શોકનો અને ડરનો માહોલ ફેલાયો છે.

હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ
હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ અમદાવાદમાં વધુ સામે આવી રહ્યા છે. નવરાત્રીમાં હાર્ટએટેકના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે, હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *