રાજ્યમાંથી અવારનવાર અપહરણની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ ભાવનગર જીલ્લામાં આવેલ શિહોરમાંથી સામે આવી રહી છે. ભાવનગરમાં આવેલ સિહોરમાં એક આધેડ વ્યક્તિનું અપહરણ, ખંડણી તેમજ હત્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટનામાં કોઈ મોટી વ્યક્તિ નહીં પરંતુ એક બાળ આરોપી સામેલ છે. બાળ આરોપીએ કુલ 5 દીકરા-દીકરીઓનાં પિતાનું અપહરણ કરીને કુલ 15 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારબાદ તેઓની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે બાળ આરોપીને પકડી પાડ્યો છે.
ભાવનગરમાં આવેલ સિહોરનાં ઘાંચીવાડમાં યેકનશાપીરની દરગાહની નજીક 52 વર્ષનાં રજાકભાઈ શુવાલીભાઈ સેલોત રહે છે. તેઓને GTPL ડિશ તેમજ રિપેરિંગની ઉપરાંત પાનનો પણ વ્યવસાય છે. રજાકભાઈને કુલ 5 દીકરા-દીકરી છે. જેમાં એક દીકરીનાં લગ્ન બાકી છે. સાંજના 7.00 વાગ્યે રજાકભાઈને કોલ આવતાં તે રીપેરીંગ કામ માટે બહાર નીકળ્યા હતા.
થોડીવારમાં જ રજાકભાઈના ફોનમાંથી ઘરે કોલ આવ્યો તથા રજાકભાઈની સૌથી નાની દીકરી સુમેયાએ કોલ ઉપાડ્યો ત્યારે સામેથી જોરજોરથી અવાજ આવ્યો અને જણાવતાં કહ્યું કે, તારા બાપાને જીવતો જોઈતો તો હોય તો કુલ 15 લાખનો થેલો તૈયાર રાખજે પરંતુ અવાજ સુમિયાને જાણીતો લાગતાં એણે જવાબ આપ્યો કે, મસ્તી નો કર. ત્યારબાદ
સામેથી જણાવ્યું કે હું હુસેન બોલું છું. આવું કહીને કોલ કટ કરી નાખ્યો હતો.
સુમિયાએ આ વાત પોતાના ભાઈ તેમજ ઘરના સભ્યોને કરતાં બધાં જ લોકોએ પિતાની શોધખોળ ચાલુ કરી દીધી હતી. પિતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો. છેવટે પિતાનો કોઈ પતો ન મળતાં બધાં જ લોકોએ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો હતો. દીકરી સુમેયાએ ઘરની બાજુમાં રહેતાં તથા પોતાના ઘરે અવર જવર કરતાં એક શખ્સ પર શંકા વ્યક્ત કરી હતી.
પોલીસે આ દ્વારા આ સગીરની અટકાયત કરીને આકરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં સગીરે જણાવતાં કહ્યું હતું કે, રજાકભાઈનો મૃતદેહ વૈષ્ણવ સાધુ સમાજની અંતિમ વિધિ થાય છે. જ્યાં જઈને જોયું તો રજાકભાઈને પેટના ભાગમાં તેમજ માથા પર તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ બાળ આરોપીની અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle