હાલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની પ્રજાને રખડતા ઢોર થી મુક્તિ અપાવવા દરરોજ ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવે છે. અધિકારીઓ અને રખડતા ઢોર છુટા મુકનાર સમજવાનું કોઈ નામ લઈ ન રહ્યા હોય તેમ વધુ એક જુવાન જોધ ભાવનગર વાસીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ભાવનગરમાં રસ્તા રખડતે ઢોરે એક વ્યક્તિનો ભોગ લીધો છે. પોતાના ઘરેથી બાઈક પર દુકાને કંઈક વસ્તુ લેવા નીકળેલા યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે સ્થળ પર જ આ યુવકનું કમ કમાટી ભર્યો મોત થઈ ગયું છે. ત્યારે તંત્રની લાપરવાહી અને રખડતા ઢોર છુટા મુકતા માણસોને કારણે એક ઘરની દિવાળી બગડી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના વડવા નજીક રહેતા પરેશભાઈ વાઘેલા નામના યુવાનને ઘરેથી દુકાને જવા નીકળવાની યાત્રા અંતિમયાત્રા બની ગઈ છે. સામેથી દોડી આવેલા એક ઢોરે યુવકને અડફેટે લીધો હતો અને બાઇક સવાર યુવક રોડ પર પછડાતા માથાના ભાગે ગંભીર ઇજારો પહોંચી હતી. અકસ્માત જોનારા લોકોમાંથી કોઈ 108 ને કોલ કર્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે એ પૂર્વે જ પરેશભાઈ નું મોત થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભાવનગરમાં ડેપ્યુટી મેયર સહિત ત્રણ લોકોના જીવ રખડતા ઢોરને કારણે ગયા છે. જ્યારે હવે આ મૃતક આંક વધીને ચાર નો થઈ ગયો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે રીતે તમામ મહાનગરપાલિકાઓમાં રખડતા ઢોર નિયંત્રિત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તે આદેશ ભાવનગર પોલીસ અને મહાનગરપાલિકા કેવી રીતે પાલન કરે છે તે જોવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.