શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકોની મનોવૃતિ ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, દિન-પ્રતિદિન શિક્ષકો દ્વારા શાળાએ ભણવા માટે આવતી વિદ્યાર્થીનીઓની છેડતી અથવા તો વિધાર્થીનીઓ સાથે શારીરિક અડપલાઓ કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો વધુ એક શિક્ષકનો ભાંડો ભાવનગરમાં ફૂટ્યો છે. આ શિક્ષક વિદ્યાર્થીનીઓ પાસે રીસેસના સમયમાં પગ દબાવડાવતો હતો અને વિદ્યાર્થીઓને બિભત્સ વીડિયો મોબાઈલમાં બતાવતો હતો. જ્યારે વિદ્યાર્થીનીઓએ આ વાતની જાણ તેમના વાલીઓને કરી ત્યારે વાલીઓએ આ શિક્ષકને માર મારીને પોલીસના હવાલે કરી દીધો હતો.
એક રીપોર્ટ અનુસાર, ભાવનગરના મામાકોઠા રોડ પર આવેલી અંબિકા શાળામાં શિક્ષક તરીકે બાળકોને અભ્યાસ કરતા દિશાંત મકવાણાની શાળામાં અભ્યાસ કરવા માટે આવતી વિદ્યાર્થીનીઓ પર દાનત ખરાબ થઇ હતી. આ લંપટ શિક્ષક વિદ્યાના મંદિરમાં વિદ્યાર્થીનીઓ સાથે વિકૃત હરકતો કરતો હતો. એવું પણ જાણવા માળી રહ્યું છે કે, આ શિક્ષક છોકરા-છોકરીઓને સામાસામે ઊભા રાખી લઘુશંકા કરાવતો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બેન્ચ પર ઊભા રાખીને સામસામે લાફા મારાવતો હતો.
આ ઉપરાંત, શિક્ષક દિશાંત રીસેસના સમયે ધોરણ પાંચમાં અભ્યાસ કરતી ત્રણથી ચાર વિદ્યાર્થીનીઓ પાસે પગ દબવડાવતો હતો અને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપીને ચાલો તમને જન્નત બતાવું કહીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ કરતો હતો. જ્યારે વિદ્યાર્થીનીઓએ શિક્ષકમી આવી હરકતો બાબતે વાલીઓને જાણ કરી. ત્યારે વાલીઓ શાળા પર ભેગા થાય હતા અને શિક્ષક દિશાંત મકવાણાને માર માર્યો હતો. ત્યારબાદ વાલીઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ શાળાએ પહોંચી હતી અને શિક્ષકની ધરપકડ કરી હતી.
આ બાબતે વિદ્યાર્થીનીઓના વાલીઓએ જણાવ્યું હતું કે, અમારી દીકરીઓ શાળાએ જાય ત્યારે સર તેની સાથે એવી હરકત કરતા હતા કે, દીકરીઓ ઘરે આવે એટલે ગભરાઈ જતી અને અમને કંઈ કહેતી ન હતી. પરંતુ બધી બહેનપણી અંદરો અંદર વાત કરતી હતી કે, સર બહુ ખરાબ છે.