વડોદરાના યુવાનો ઘરોમાંથી પસ્તી ભેગી કરીને બજારમાં વેચી, ૭૦ છોકરાઓને ફ્રી ભણાવી રહ્યા છે

Published on: 2:12 pm, Sun, 16 June 19

સરકારી સ્કૂલો ની સ્થિતિ જોતાં ઘણા બધા મા-બાપ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા ની ઈચ્છા ધરાવતા હોય છે. સ્કૂલમાં ફી ખૂબ જ મોંઘી હોવાને કારણે ગુજરાતના આ યુવાને ‘એક ખ્વાહીશ’ નામનું ગ્રુપ બનાવ્યું છે.

વડોદરામાં ભણી રહેલા, નોકરી કરતા અને ધંધો કરતા યુવાનોએ એક ‘એક ખ્વાહીશ’ નામનું ગ્રુપ બનાવીને ‘પસ્તી કી પાઠશાળા’ ના નામે એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં આ યુવાનો લોકોના ઘરે જઈને પસ્તી ભેગી કરે છે અને તે પતિને બજારમાં વેચીને ગરીબ છોકરાઓને શિક્ષણ પૂરું પાડે છે.

1 pasti ki pathshala » Trishul News Gujarati Breaking News

વડોદરાના સેવાસી ગામમાં હનુમાનજી મંદિરના પ્રાંગણમાં છોકરાઓને ભણાવીને આ લોકો પોતાની સેવા આપે છે. આ પાઠશાળામાં ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોના છોકરાઓ ભણે છે.

ખાસ વાત તો એ છે કે અહીં ઝૂપડપટ્ટીમાં રહેતા છોકરાઓને ભણવા માટેનું તમામ મટીરીયલ ફ્રિ આપવામાં આવે છે. વધુ થી વધુ બાળકો ભણવા આવે તે માટે તેઓ બાળકોને નાસ્તો પણ કરાવે છે.

યુવાનોએ છેલ્લા 5 મહિનામાં 1000 કિલો પસ્તી ભેગી કરીને ૭૦ થી પણ વધુ બાળકોને ફ્રીમાં ભણાવ્યા છે. ગ્રૂપના યુવાનો પોતાના રોજબરોજના કામ સિવાય રવિવારના દિવસે બાળકોને ભણાવવા નીકળે છે. આ સ્કૂલમાં પહેલા ધોરણથી માંડીને નવમા ધોરણ સુધીના બાળકો ભણવા આવે છે.

નવમાં ધોરણની છાત્રા જાનવી પરમારે કહ્યું કે પસ્તી કી પાઠશાળામાં ભણીને ખૂબ જ સારું લાગે છે અને રિઝલ્ટ પણ વધુ આવે છે. યુવાઓ દ્વારા પસ્તી ભેગી કરીને છોકરાઓના ફ્રીમાં શિક્ષણ આપવાનું આ કાર્ય દરેક લોકો દ્વારા વખાણાય છે. લોકોનું કહેવું છે કે આમ કરવાથી સમાજમાં નવો સંદેશ આવશે.