જૂનાગઢના ભવનાથમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે લટાર મારવા નીકળ્યા સાવજ- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh)ના ભવનાથ(Bhavnath) વિસ્તારમાં કડકડતી ઠંડીમાં સાવજ ફરતો હોવાનો વીડિયો(Viral videos) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયો છે. આ વીડિયો એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હોવાનું જણાય છે. આ સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં અનેક લોકો સાવજને જોવા માટે ભવનાથ પહોંચ્યા હતા.

શિયાળાના આગમન સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. ગિરનારની ગોદમાં આવેલા જૂનાગઢ શહેરમાં પણ ઠંડી પડી રહી હોવાથી લોકો રાત્રિના સમયે બહાર જવાનું ટાળી રહ્યા છે. ત્યારે જંગલનો રાજા કહેવાતો સાવજ શહેરના ભવનાથ વિસ્તારમાં લટાર મારવા અને ફરતો હોય તેવો એક મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જુનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર સાવજ ઘૂમી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

આ વખતે તે રોડ પરથી પસાર થતા સાવજ કાર ચાલકને જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. જો કે કાર ચાલકે સાવજના ફરતા દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. સાવજ ફરતા ફરતા જંગલ તરફના રસ્તા બાજુ નીકળી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેથી ભવનાથ વિસ્તારમાં સાવજના આગમનના સમાચાર વાયુવેગે ફેલાતા કેટલાક લોકો સાવજને જોવા માટે દોડી આવ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, જૂનાગઢ શહેરમાં ભવનાથ અને તેની આસપાસના ગિરનારનાં જંગલમાંથી ખોરાકની શોધમાં સિંહો ઘણી વખત ચડતા જોવા મળે છે. આ પહેલા એક હોટલમાં સિંહ ફરતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ ઉપરાંત ભવનાથની તળેટીમાં બુધવારે સિંહો પ્રાણીઓને મારતા અને રખડતા જોવા મળે છે. આજે શિયાળાની કડકડતી ઠંડીમાં ભવનાથ વિસ્તારમાં સિંહ ચડતા અને ફરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *