ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના ભાયાવદર(Bhayavadar) શહેરમાં વડાળી રોડ ઉપર રહેતો અને સિનેમા રોડ પર દૂધની ડેરી ચલાવતો તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP) બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને સાથે પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ રતિલાલ હીરાભાઈ સથવારા નામના શખ્સ નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ સેવા સમાજમાં ખુશી મંડપ સર્વિસ વાળાનું લાઇટિંગનું કામ ચાલી રહ્યું હતું. તે સમય દરમિયાન કામ અર્થે ત્યાં પહોચ્યા હતા અને તેની નજરમાં વીજ વાયરનો જથ્થો આવી જવાને કારણે આ વાયર થેલીમાં નાખી ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, જો કે તેણે પોતાની આ પ્રકારની હરકતનો લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, મને એમ લાગ્યું કે આ વાયર જીઇબીનો વાયર છે અને મારા ઘરે ફ્રીજમાં થોડા વાયરની જરૂર હતી તેથી મેં આ વાયર લીધો હતો. હવે સવાલ એ થાય કે જીઇબીના વાયરની ચોરી કરવી એ પણ એક ગુનો જ બને છે તો શું તેની આ આગેવાનને જાણકારી નહીં હોય?
સમગ્ર ઘટનાથી મોવડીઓને વાકેફ કરવામાં આવ્યા:
ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટની આ શરમજનક કરતૂતો કેમેરામાં કેદ થઈ જવાને કારણે આ અંગે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અતુલભાઈ વાછાણીએ જણાવતા કહ્યું હતું કે, આ વાયર લઇ લેવાની ઘટના અંગેની અમને જાણકારી મળી ગઈ છે અને આ અંગે અમે ભાજપના મોવડી મંડળને જાણ કરી દેવામાં આવી છે અને તેને આ આગેવાનને ભાજપ પક્ષમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પણ ઉપર સુધી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.