સુરતના જાણીતા ઉદ્યોગપતિ ચુનીલાલ ગજેરા વિરુદ્ધ ગઈકાલે શહેરના અડાજણ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી મહિલાએ કોર્ટમાંથી હુકમ લાવી અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે ઘટના ક્રમમાં એક નવો વળાંક આવ્યો છે.
ફરિયાદી મહિલાએ ચુની ગજેરા અને ગજેરા સ્કૂલ ને બદનામ કરવા માટે આ કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મહિલાએ અગાઉ શાળા સંચાલકો પાસેથી ૧૧ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે અને આ મહિલાએ વધુ પાંચ લાખની માંગણી કરતા કરવામાં આવી. જેથી તેણે ઉશ્કેરાઇને હાઇકોર્ટ પહોંચીને ફરિયાદ દાખલ કરાવી હતી તેવો આરોપ મુકવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર અડાજણ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ગજેરા સ્કૂલ ને બદનામ કરવાની ધમકી આપી શકાય 1100000 પડાવવામાં આવ્યા છે અને મહિલાએ વધુ પાંચ લાખ માગતા ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. અડાજણ પોલીસે દક્ષા દાસ નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો મામલો?
આ મામલો છે ગજેરા ગ્લોબલ સ્કુલના ટ્રસ્ટી તેમજ જાણીતા ઉદ્યોગપતિ ચૂની ગજેરા નો. સમગ્ર ઘટના હતી કે આ સ્કૂલના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ એ પોતાની જ સ્કુલની શિક્ષિકા ની છેડતી કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે શાળાની શિક્ષિકાએ ટ્રસ્ટીએ તેની સાથે શારીરિક બીભત્સ ચેન ચાળા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews