Ambalal Patel forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું(Ambalal Patel forecast) અનુમાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં એક ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદની આગાહી
રાજ્યમાં મેઘ જમાવટનું જોર યથાવત રહેશે. તેમજ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે દીવ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. 12મીથી 15મી તારીખ સુધીમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.
ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે
ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા અમદાવદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં વરસાદ રહેશે. ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિલ સર્ક્યુલેશ અને શિયર ઝોન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિભરે વરસાદની આગાહી છે.
કુલ 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
‘ગુજરાતના આ ભાગોમાં થશે વરસાદ’
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. ત્યારબાદ 8થી 11 દરમિયાન વરસાદ થઈ ગયા પછી બંગાળના અખાતમાં એક સિસ્ટમ સક્રિય થશે. ત્યાર બાદ તા. 17 જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેમજ રાજ્યના મોટાભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પંચમહાલ, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગોધરામાં વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App