Decision of Bhupendra Government: ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકોની ખેતી વધુ ઉત્પાદન અને આવક આપતી હોવાથી રાજ્યના ખેડૂતોનો બાગાયતી ખેતી તરફ રસ વધ્યો છે. પરિણામે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે. વધતી જતી વસ્તીની સાથે બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે. બાગાયતી ઉત્પાદનોની માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર(Decision of Bhupendra Government) દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પહેલાના સમયમાં, “બાગાયતી” શબ્દનો ઉપયોગ મુખ્યત્વે ઘરની આસપાસ ઓછી જમીનમાં ઉગાડવામાં આવતી વનસ્પતિઓ, ખાસ કરીને ફળો અને શાકભાજી માટે થતો હતો. આનો ઉપયોગ ખેડૂતો દ્વારા પોતાના અને પશુઓના વપરાશ માટે ખોરાક ઉગાડવા માટે થતો હતો.ત્યારે બાગાયતી ઉત્પાદનોની માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે
આજે, બાગાયતી એ ખેતીનો એક વ્યાપક ક્ષેત્ર બની ગયો છે જેમાં વિવિધ પ્રકારના પાકોનો સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ વ્યાવસાયિક અને શોખીન બંને હેતુઓ માટે થાય છે. બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે, રોજગારીનું સર્જન કરે છે અને દેશના ખાદ્ય સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બાગાયતી પાકના વાવેતર અને બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
સરકાર દ્વારા ખાસ યોજના બહાર પાડવામાં આવી
બાગાયતી વિભાગની યોજનાઓ બાગાયતી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાઓની ઓનલાઈન અરજીઓ મુકવામાં આવી છે.આ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવેલ છે. જેમાં કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્ય વર્ધન, નિદર્શન,તાલિમ અને કૌશલ્ય વિકાસ(હોર્ટિકલ્ચર ), ફૂલ અને ઔષધિય/સુંગધિત પાકોના વાવેતર માટે, ફળ પાકોના વાવેતર, બજાર વ્યવસ્થા બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર માળખાકીય સવલતો, બાગાયતી યાંત્રિકરણ, બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે, મધમાખી ઉછેર, મશરુમ ઉત્પાદન, મસાલા પાકોના વાવેતર માટે, રક્ષિત ખેતી, રોગ જીવાત નિયંત્રણ અને ખાતર વ્યવસ્થા સંકલિત પોષણ વ્યવસ્થાપન(IPM) ને પ્રોત્સાહન, શાકભાજી પાકોમાં વાવેતર માટેનો સમાવેશ થાય છે.
સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો
બાગાયતી ખેતીમાં સફળતા માટે અદ્યતન પદ્ધતિ, તકનીકો અને ઉત્પાદન કૌશલ્યની ખાસ જરરૂરિયાત રહે છે. રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા રાજ્ય સરકારે ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે સેન્ટર દિઠ રૂ. 10 કરોડ મળી કુલ રૂ. 40 કરોડ રકમ ફાળવવામાં આવી છે.આ કેન્દ્રો ખાતે શાકભાજી, ફળ અને મસાલા પાકોના ટેકનોલોજી આધારિત નિદર્શન, આધુનિક નર્સરી, પાક કૌતુકાલય, રક્ષિત ખેતીના નિદર્શનો, ટ્રેનીંગ કેન્દ્ર, સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ, વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર, સંકલિત પેક હાઉસ અને સંગ્રહ વ્યવસ્થા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App