ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે ભાજપના મોવડી મંડળે ભુપેન્દ્ર રજનીકાંત પટેલ(Bhuepndra patel) ની નિમણુક કરીને તમામ અટકળ પર પાણી ફેરવી દીધું છે. ૫૭ વર્ષીય ભુપેન્દ્ર પટેલ ધોરણ ૧૨ પાસ અને ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે.
ભુપેન્દ્ર પટેલ નો જન્મ ૧૫ જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો છે. તેમની પત્નીનું નામ હેતલબેન ભુપેન્દ્રભાઈ પટેલ છે. તેઓ ટ્રસ્ટી તરીકે સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં પણ જોડાયેલા છે.
અને ભાજપના કરોડપતિ ધારાસભ્યોમાંના એક છે. તેઓના ચૂંટણી એફિડેવિટ અનુસાર તેમના પર એક પણ ગુનો નોંધાયેલો નથી. જ્ઞાતિ ની વાત કરીએ તો તેઓ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. ભુપેન્દ્ર પટેલ એ આનંદી પટેલના નજીકના ગણાય છે.
તેમણે ઘાટલોડીયામાં 2017 માં 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી, જે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના કોઈપણ મતવિસ્તાર માટે સૌથી મોટો આંકડો છે. આ અગાઉ તેઓ અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીના ચેરમેન રહી ચુક્યા છે.
આ અગાઉ અમદાવાદ મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે, શિક્ષણ બોર્ડના વાઈસ ચેરમેન પણ રહી ચુક્યા છે. મેમનગર મનપાના ૧૯૯૯ થી ૨૦૦૬ દરમ્યાન પ્રેસિડેન્ટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.
ભૂપેન્દ્ર પટેલ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, રમતગમત, ક્રિકેટ, બેડમિન્ટન જેવા શોખ ધરાવે છે. જ્યારે તેમના વિદેશ પ્રવાસો ની વાત કરીએ તો તેઓ અત્યાર સુધી અમેરિકા, યુરોપ, સિંગાપોર, દુબઇ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પ્રવાસ કરી ચૂક્યા છે. વ્યવસાયે તેઓ બિલ્ડર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.