બે સંતાનના પિતાને અન્ય યુવતી સાથે બંધાયો પ્રેમસબંધ, પત્નીને ખબર પડતા થયું એવું કે…

આણંદના બોરસદમાં બે સંતાનના પિતાને અન્ય યુવતી સાથે શારીરિક સબંધ બંધાયા હતા. છેલ્લા ચાર વર્ષથી યુવકને યુવતી સાથે પ્રેમસબંધ હતો. આ પ્રેમસબંધની વાત એક દિવસ તેમની પત્નીને ખબર પડી જતા પત્નીએ તેમના પતિને ઠપકો આપ્યો જેને લીધે પતી ઉશ્કેરાય ગયો અને પત્ની સાથે બોલાચાલી કરી ત્યાર બાદ મારામારી કરી હતી.

એટલું જ નહિ પરંતુ, પોતાને કોઈ અન્ય યુવતી સાથે પ્રેમસબંધ છે તેમની જાણ થતા પતિ પ્રેમિકા સાથે અલગ જગ્યાએ જ રહેવા જતો રહ્યો અને યુવક અને યુવતી બંને પતિ-પત્નીની જેમ રહેવાનું શરુ કરી દીધું. આ સમગ્ર ઘટના દરમિયાન પહેલી જુને પ્રેમિકા પતિના ઘરે પહોચી હતી અને તેની પત્નીને ધમકી આપતા કહ્યું છે કે ઘરમાંથી નીકળી જા, ત્યારબાદ બંને વચ્ચે વિવાદ વધતા વાત મારામારી સુધી પહોચી ચુકી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પતિ અને પ્રેમિકાથી કંટાળીને અંતે પત્નીએ આણંદના બોરસદ પોલીસ મથકમાં પ્રેમિકા અને પતિ સામે ફરિયાદ દાખલ કરી પોલીસે ગુનો નોંધતા આ સમગ્ર ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, પત્નીના વર્ષ 2013 માં વડોદરાના એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન થયાના શરૂઆતના દિવસો સારી રીતે વીતી રહ્યા હતા અને સંસાર પણ સારી રીતે ચાલી રહ્યો હતો. આ લગ્ન જીવન દરમિયાન તેમણે બે દીકરીઓ પણ હતી, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તે અન્ય યુવતીના પ્રેમસબંધોમાં ફસાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *