ગુજરાત(Gujarat): ફરી એક વખત સરકારી કર્મચારીઓએ લાંચ લેવાનું શરૂ કરી દીધું હોય તેમ જામનગર(Jamnagar)ના કાલાવડ(Kalavad) ટાઉન પોલીસ સ્ટેશનનો પોલીસ હેડ કોન્સ્ટેબલ(Police Head Constable)ને લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. જામનગરના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન એલ.આઈ.બી. રૂમ ખાતે 600 રૂપિયાની પોલીસ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કામના ફરીયાદીએ પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરેલી હતી અને પાસપોર્ટ ના પોલીસ વેરિફિકેશન માટે આ કામના આરોપી ભુપેન્દ્રકુમાર પુનમચંદ પટેલએ ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.૬૦૦/- ની ગેરકાયદેસર રીતે માંગણી કરેલ અને ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર પર રજુઆત કરી હતી.
એસીબી કચેરીમાં પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચના છટકા દરમિયાન ફરિયાદીએ આરોપી સાથે હેતુલક્ષી વાતચીત કરવામાં આવી થી અને માંગવામાં આવેલ લાંચની રકમ સ્વીકારી હોવાને કારણે અંતે લાંચ લેતા ઝડપાઈ ગયો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.