અમદાવાદની કંપનીમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, ફાયબ્રિગેડ પહોંચે તે પહેલાં જ…

આગ (Fire)ની ઘટનાઓ ઘણી વધતી જાય છે. ત્યારે હાલમાં જ એક ઘટના સામે આવી છે. અમદાવાદ (Ahmedabad)ના નરોડા GIDCમાં ફેઝ 2માં આવેલી એક ઓઇલની કંપની (Oil company)માં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી મોત થયું છે. આગની ઘટના બનતાં ફાયર બ્રિગેડ (Fire brigade)ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ કર્મચારી આખો આગની ઝપેટમાં આવી ગયો હતો. આ મામલે ફાયરબ્રિગેડે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ, તે પહેલા જ આગની ઝપેટમાં આવી ગયેલ કર્મચારીનું મૃત્યુ નીપજ્યું હતું.

આગની ઝપેટમાં આવતાં જ કર્મચારી દાઝી ગયો:
મળતી માહિતી અનુસાર, આજે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નરોડા GIDC ફેઝ-2માં આવેલી આલ્ફા મેટલ નામની એન્જિનીયરિંગ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ દરમિયાન કંપનીમા કામ કરતો એક કર્મચારી મોહબ્બતસિંહ પરમાર (ઉ.વ વર્ષ 55) જ્યારે ઓઇલના ભાગમાં ગયા ત્યારે તેઓ આ આગની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ કર્મચારીનું મોત:
આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડ આવે તે પહેલાં કર્મચારી મોહબ્બતસિંહ પરમાર નું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસ અને FSLની ટીમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *