મોટા સમાચાર: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક સ્કૂલો શરુ કરવા અંગે આપ્યું મોટું નિવેદન- જાણો જલ્દી

આજથી ધોરણ 9 થી 11 ધોરણ સુધીનું શિક્ષણ શરુ થઇ ચુક્યું છે. ત્યારે હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે, પ્રાથમિક શાળાઓમાં ક્યારે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે. કારણ કે, આજે જ કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે સરકાર પ્રાથમિક શિક્ષણ શરુ કરવા માટે ખુબ જ ગંભીરતાથી વિચારી રહી છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય અનુસાર રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સંકેત આપ્યા છે.

આજથી ધોરણ 9 થી 11 ધોરણ સુધીનું શિક્ષણ શરુ થઇ ચુક્યું છે. ત્યારે હાલમાં પ્રાથમિક શિક્ષણ અંગે વિચારણા ચાલી રહી છે. પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થઇ શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. કોર કમિટીની જયારે બેઠક મળશે તેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. પ્રાથમિક શાળામાં શિક્ષણ શરૂ થવાના સંકેત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આજથી ધોરણ 9, 10 અને 11નું શિક્ષણકાર્ય ચાલું થઈ રહ્યું છે. હું સૌ વિધાર્થીઓને શુભકામના પાઠવું છું. સાથે કહ્યું છે કે, કોર કમિટીની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ કાર્ય શરુ થશે તે અંગે નિર્ણય લેવામાં આવશે.

આજથી સમગ્ર રાજ્યમાં ધો. 9થી 11માં ઓફલાઈન શિક્ષણ શરુ થયું છે. રાજ્ય સરકારે તો ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે જોકે વાલીઓ અને કેટલાક સ્કૂલ સંચાલકોમાં હજુ પણ ઓફલાઈન શિક્ષણ અંગે ચિંતિત જોવા મળી રહ્યા છે.

રાજ્યની મોટા પ્રમાણની સ્કુલોમાં હજુ સુધી 50 ટકા પણ વિદ્યાર્થીઓના સંમતિપત્રકો આવ્યા નથી. સરકારે શાળાઓ ખોલવાની તો મંજુરી આપી દીધી છે, પરંતુ શાળાઓને વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ ફરજીયાત છે. ત્યારે હજુ સુધી 50 ટકા વિદ્યાર્થીઓની હજુ પણ સંમતિ મળી નથી.

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો થોડા થોડા નોંધાઈ રહ્યા છે અને હવે ધીમે ધીમે પ્રતિબંધો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે તમામ પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે હવે શાળા સંચાલકોએ ધોરણ 9 થી ધોરણ 11ની શાળાઓ રાબેતા મુજબ શરુ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *