સોશિયલ મીડિયાના સદુપયોગથી સુરતના મહેશ ભુવાએ વધુ એક જિંદગી બચાવી, વાંચો અને શેર કરો

સુરત(ગુજરાત): આજે અમે તમને 2019ની સાલથી નિ:સ્વાર્થ ભાવે સેવા આપતા મહેશ ભુવા(Mahesh Bhuva) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે સોશિયલ મીડિયા(Social media)નો સદુપયોગ કરી આજ…

સુરત(ગુજરાત): આજે અમે તમને 2019ની સાલથી નિ:સ્વાર્થ ભાવે સેવા આપતા મહેશ ભુવા(Mahesh Bhuva) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે સોશિયલ મીડિયા(Social media)નો સદુપયોગ કરી આજ સુધીમાં અનેક જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરી છે. તેમણે આવા વ્યક્તિઓ અને પરિવારોની પોસ્ટ(Post) મૂકી અઢી કરોડ જેટલી રકમનું દાન એકત્ર કરી અને ખાતા નંબર મૂકી સીધી જ રકમ ખાતામાં જમા કરાવી છે.

જણાવી દઈએ કે, 2019માં સૌ પ્રથમવાર સોશિયલ મીડિયામાં તેમના દ્વારા મદદની પોસ્ટ મૂકવામાં આવી હતી. અને આજ સુધીમાં તેઓએ આવી 42 પોસ્ટો મૂકી છે. આ ઉપરાંત, બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. જેમાં દાતાઓ દ્વારા બે દિવસમાં જ સાડા ચાર લાખ રૂપિયા ફંડ પરિવારને એકત્રિત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત, સોશિયલ મીડિયાના આવા જ કેટલાક અવનવા પેજ અને ગ્રુપ દ્વારા ઓળખતા પણ ન હોય તેવા બીમારીથી લઈને અકસ્માતમાં નોંધારા બની ગયેલા પરીવાર હોય કે વિધવા બહેનોના સંતાનોને તેમજ અભ્યાસ માટેની અતિ જરૂરીયાતમંદ વ્યક્તિઓના પરિવારને અને પોતાની મરણ મૂડી પણ ન હોય તેવા લોકોને 2019થી આજ સુધીમાં અઢી કરોડ જેવી રકમ જરૂરીયાત મંદ વ્યક્તિના બેન્ક ખાતામાં દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દરેક યુવા મિત્રો માટે મહેશ ભૂવાનું આ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સેવા પૂરી પડવાનું કામ પ્રેરણાત્મક નીવડે તેવું છે. તેમના આ કાર્યથી આજ સુધીમાં ઘણા પરિવારોને મદદ પૂરી પડી છે. ઉપરાંત, તેમનું આ કાર્ય હજી પણ આવા કેટલાય પરિવારો તેમજ વ્યક્તિને મદદ પૂરી પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *