હાલ એક ખુબ જ દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. જેમાં સિક્કિમ (Sikkim)માં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનો(Army) શહીદ થયા છે. ઘટનાને પગલે સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ છે. તેમજ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેન (Lachen)થી 15 કિમી દૂર ગેમા વિસ્તારમાં થયો હતો.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ગેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે એક વાહનના ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો. જેને પગલે વાહન નીચે ઊંડી ખીણમાં ખાબક્યું હતું.
માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, 4 ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા મૃત્યુ પામ્યા હતા. ભારતીય સેનાએ આ દુર્ઘટના પર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. તેમજ દરેક પરિવારને શક્ય મદદ કરવામાં આવશે.
આ અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- ઉત્તર સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું. તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્ર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.