ઈંગ્લેન્ડનો સેમ કુરન IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો! જાણો કઈ ટીમે કેટલા કરોડમાં ખરીદ્યો

ઈંગ્લેન્ડ (England)નો ઓલરાઉન્ડર સેમ કુરન(Sam Curran) ઈન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League) (IPL)ની હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. 24 વર્ષીય કરણને કોચીમાં ચાલી…

ઈંગ્લેન્ડ (England)નો ઓલરાઉન્ડર સેમ કુરન(Sam Curran) ઈન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League) (IPL)ની હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. 24 વર્ષીય કરણને કોચીમાં ચાલી રહેલી IPL મીની-ઓક્શનમાં પંજાબ કિંગ્સે(Punjab Kings) 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી એટલે કે તેને તેની કિંમત કરતા 9 ગણી વધારે કિંમત મળી હતી. અગાઉ તે ચેન્નાઈની ટીમમાં હતો.

IPL ઓક્શન ઈતિહાસમાં વધુ એક રેકોર્ડ સર્જાયો છે. વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન અત્યાર સુધીનો સૌથી મોંઘો વિકેટ કીપર છે. તેને હૈદરાબાદે 16 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા સૌથી વધુ કમાણી કરનાર વિકેટકીપર મુંબઈનો ઈશાન કિશન (15.25 કરોડ) હતો.

આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સ માટે 16.25 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુક પણ હરાજીના પ્રારંભિક સેટમાં જોવા મળ્યો હતો. બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે મયંક અગ્રવાલે પણ લોટરી જીતી છે. સનરાઇઝર્સે 8.25 કરોડની કિંમતમાં મયંકને પોતાની સાથે જોડ્યો છે.

બોલિંગ ઓલરાઉન્ડરોને સૌથી વધુ બોલી લાગી. આ ઓલરાઉન્ડરોએ 30 મિનિટમાં 59 કરોડ કલેક્શન કર્યા. IPLની 10 ટીમો પાસે 206.5 કરોડ છે. તેમાંથી અત્યાર સુધીમાં 10 ખેલાડીઓ પર 83 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. 87 ખેલાડીઓ ખરીદવાના છે અને 405 ખેલાડીઓની હરાજી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *