ઉત્તરાખંડ(Uttarakhand): ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આજે મોટો અકસ્માત સર્જાયો. અહીં દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી હિમસ્ખલનમાં ફસાયા હતા. જેમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. બે દિવસ પહેલા ઉત્તરકાશીના દ્રૌપદીના દંડા-2 પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી બરફના ભારે તોફાનમાં ફસાયા હતા. જે પછી તેમને બચાવી લેવા માટે પ્રશાસન દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
જેમાં અત્યાર સુધી 8 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે, સાથે 10 લોકોની લાશ પણ બહાર કાઢવામાં આવી છે. જોકે હાલ 18 લોકો હજુ પણ ગુમ છે. NDRF, SDRF અને સેનાનું બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ભારતીય વાયુસેનાએ ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે 2 ચિતા હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.
Ten killed in avalanche in Uttarakhand’s Uttarkashi district: Nehru Institute of Mountaineering Principal Amit Bisht
— Press Trust of India (@PTI_News) October 4, 2022
પીટીઆઈના અહેવાલ મુજબ, દ્રૌપદી દંડા પર્વત 5,006 મીટરની ઉંચાઈ પર આવેલો છે. પીટીઆઈ અનુસાર, ઉત્તરકાશી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે હિમપ્રપાતમાં ફસાયેલાઓમાં નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ (NIM)ના તાલીમાર્થી ક્લાઈમ્બર્સ અને તેમના પ્રશિક્ષકોનો સમાવેશ થાય છે.
સીએમ ધામીએ રક્ષા મંત્રી પાસે મદદ માંગી
સીએમ પુષ્કર ધામીએ ટ્વીટ કરીને કહ્યું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને એનઆઈએમના પર્વતારોહકોની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ધામીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે પણ વાત કરી છે અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે સેનાની મદદ માંગી છે.
કુલ 29 પર્વતારોહી ફસાયા, 10ની લાશ મળી, 18 લોકો હજુ પણ ગુમ છે
બધા ટ્રેકર્સને બચાવવા માટે મોટા પાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે બચાવ કામગીરીની ગતિ ધીમી પડી ગઈ છે. હિમવર્ષાથી અભિયાનને અસર થવાની ધારણા છે. ઉત્તરાખંડના કેદારનાથ નજીક 1 ઓક્ટોબરે ગ્લેશિયર લપસી જવાની ઘટના નોંધાઈ હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે, હિમાલય વિસ્તારમાં સવારે હિમપ્રપાત થયો હતો, પરંતુ કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી. બરફનો પહાડ સરકી જવાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં દેખાતું હતું કે બરફનો પહાડ જોત જોતામાં જ ધરાશાયી થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.