માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દશેરાના દિવસે કરો આ 3 વસ્તુઓનું ગુપ્ત દાન, ક્યારેય નહીં ખૂટે ધન-સંપતિ

કોરોનાકાળના કારણે બે વર્ષ પછી મોટા મોટા ગ્રાઉન્ડ અને પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ખુબ ઉત્સાહ પૂર્વક આ વર્ષે ગરબે ઘૂમે છે અને આંનદ માણે છે. આજે તો હવે નવમું નોરતું અને આવતી કાલે દશેરા પછી તો નવરાત્રી પણ પૂરી થઈ જશે. પરંતુ દશેરાના દિવસે દાન આપવું ખુબ જ સારું માનવામાં આવે છે.

દશેરાના દિવસે રાવણનાં પુતળાને સળગાવવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં દશેરાને એક મોટો તહેવાર માનવામાં આવે છે. નવરાત્રી પછીના દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે અને તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાત આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને ભગવાન રામ એ રાવણનો વધ કર્યો હતો. એટલા માટે દશેરાના દિવસને અધર્મ પર ધર્મની જીત તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે.

આ દિવસે દાન આપવાનું ખુબ જ મોટું મહત્વ રહેલું છે. આ દિવસે શસ્ત્રો અને વાહનોની પૂજા પણ કરવામાં આવે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ આ દિવસ ખૂબ જ ખાસ છે. દશેરાના દિવસે કરવામાં આવતી યુક્તિઓ, ઉપાયો, દાન અને પૂજા ઝડપથી અસર દર્શાવે છે.

આવતી કાલે દશેરા હોવાથી આજે આપણે જાણીએ દશેરાના દિવસે 3 વસ્તુઓનું દાન કરવાનું મહત્વ અને ગુપ્ત રીતે દાન કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. દશેરાનો દિવસ અપાર સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. તેથી આ દિવસે એવી વસ્તુઓ કરવી જોઈએ જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય. દશેરાના દિવસે ગુપ્ત રીતે 3 વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.

દશેરાના દિવસે કોઈપણ મંદિરમાં નવી સાવરણીનું દાન કરો. આ દરમિયાન દેવી લક્ષ્મીને સુખ અને સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરો. આ સિવાય દશેરાના દિવસે રાવણનું દહન કર્યા પછી ગુપ્ત રીતે અન્ન, પાણી અને વસ્ત્રોનું દાન કરો. આવું કરવાથી દેવી લક્ષ્મી હંમેશા દયાળુ રહે છે અને ક્યારેય પૈસાની કમી નથી પડવા દેતી. આ ઉપરાંત દશેરાના દિવસે સોનું, ચાંદી, કાર વગેરે જેવી કિંમતી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *