મોટો આરોપ: કતારગામમાં આકાર એન્ટરપ્રાઇઝ બિલ્ડર્સે ફ્લેટ ધારકોને માર્યો ચૂનો

સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ કતારગામમાં બિલ્ડર સામે ફ્લેટ ધારકોએ છેતરપિંડી મામલે આક્ષેપો કર્યા છે. સુરતના સિંગણપોર વિસ્તારના કતારગામમાં તાપી એન્ક્લેવ નામના ફ્લેટમાં છેતરપિંડી થવાનો આરોપ ફ્લેટ ધારકો દ્વારા લગાવવામાં આવ્યો છે. આ તાપી એન્ક્લેવ ફ્લેટ રમેશભાઈ નરસિંહભાઈ પટેલ, જીયાઉદ્દિન અબ્દુલ હમીદ શેખ અને તળશીભાઇ કરસનભાઇ ડોબરિયા દ્વારા બનાવવામાં આવેલ છે.

તાપી એંકલેવનાં ફ્લેટ ધારકોએ જ્યારે ફ્લેટ બુકિંગ કરાવેલ ત્યારે આકાર એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢીના ભાગીદારો એ તમામ ફ્લેટ ધારકોને તેમના બ્રાઉઝર માં દર્શાવેલ તમામ સુવિધાઓ આપવાનું વચન આપ્યું હતું. સાથે સાથે તે પ્રમાણે તમામ ફ્લેટની કિંમત પણ નક્કી કરવામાં આવેલ હતી. તે પ્રમાણે ફ્લેટ ધારકો પાસેથી નાણાં વસૂલ કરી દસ્તાવેજ કરી આપવામાં આવેલ હતા.

નાણાંની ચુકવણી વખતે તમામ ફ્લેટ ધારકો પાસેથી બે એડવાન્સ ચેકો પણ લીધેલા હતા. સાથે તમામ ફ્લેટ ધારકોને અંધારામાં રાખીને ખોટી રીતે બાંયધરી કરાર લખાવી લીધેલો હતો. ફ્લેટ ધારકો દ્વારા આપવામાં આવેલા ચેક ઓ નો દુરુપયોગ કરી લે ધારકોને તેમના વિરુદ્ધ તેઓએ આપવાની બાકી સુવિધાની માંગણીની કાયદેસરની કાર્યવાહી કરતા અટકાવવા માટે ફ્લેટ ધારકો ઉપર ખોટા આક્ષેપો ઉભા કરી કોર્ટ કેસ કરેલ છે. જેને લઇને ફ્લેટ ધારકોએ તેમના બચાવ રૂપે વકીલ રોકી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બિલ્ડરો દ્વારા આવી કોઈપણ સુવિધાઓ હાલ આપવામાં આવેલ નથી.

બિલ્ડરોએ ફ્લેટ ધારકો સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરેલ છે અને આ તમામ બાબતની ફરિયાદ ફ્લેટ ધારકો દ્વારા પોલીસ સ્ટેશન તથા કલેક્ટરમાં આવેદન આપીને કરેલ છે. ફ્લેટ ધારકોને કહ્યું છે કે અમે અમારા વકીલની સલાહ પ્રમાણે આગળની કાર્યવાહી ચાલુ રાખનાર છીએ. સાથે જ ફ્લેટ ધારકોએ કહ્યું છે કે અમે લોકો તાપી એન્ક્લેવ માં ફ્લેટ રાખતા કે વેચાણ થી અટકાવ્યા નથી કે આ બાબતે બિલ્ડરને ઓફિસે જતા અટકાવેલ નથી અને અન્ય કોઈ ધમકીઓ પણ આપવામાં આવેલ નથી.

ફ્લેટ ધારકોએ બિલ્ડર ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે અમારી જોડે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે અને જ્યાં સુધી તેઓએ જણાવેલ સુવિધાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી તમામ ફ્લેટ ધારકોને કાયદેસરની લડત ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *