સુરતની તાપી નદીમાં નાહવા ગયેલા છ મિત્રો એકબીજાની નજર સામે ડૂબ્યાં, મળી આવ્યા આટલા મૃતદેહ

સુરત(ગુજરાત): સુરત જિલ્લામાં તાપીનો કિનારો લોકો માટે પર્યટન સ્થળ બન્યો છે. અહીંયા વાર તહેવારે નદીમાં નાહવા પડેલા લોકોના ડૂબી જવાના અનેક ઘટના જોવા મળી છે…

સુરત(ગુજરાત): સુરત જિલ્લામાં તાપીનો કિનારો લોકો માટે પર્યટન સ્થળ બન્યો છે. અહીંયા વાર તહેવારે નદીમાં નાહવા પડેલા લોકોના ડૂબી જવાના અનેક ઘટના જોવા મળી છે છતાં લોકો તેમાંથી શીખ લેતા નથી. તાપીમાં નાહવા માટે સુરતના યુવકો બારડોલી આવ્યા હતા અને એકબીજાની નજર સામે જ ડૂબવા લાગ્યા હતા.

આજે સ્થાનિક તરવૈયાઓને બારડોલીના વાઘેયા તાપી નદીમાં યુવકો ડૂબી રહેલા દેખાયા હતા. આ યુવકો પાણીના ધસમસતા વહેણમાં ક્યારે તણાવા લાગ્યા તે કોઈને સમજાયું ન હતું. જોત જોતામાં એકબીજાની નજર સામે જ આ યુવકો ડૂબવા લાગ્યા હતા. દેખાવમાં શાંત પ્રવાહ જેવી લાગતી આ નદીની ઉંડાઈ કે તેના વહેણનો અંદાજો લગાવ્યા વગર એડવેન્ચર માટે તાપીમાં ગયેલા આ યુવકોને કાળનો સામનો થઈ ગયો હતો. 6 યુવકમાંથી 4 યુવકો નસીબદાર હતા એટલે એમનો બચાવ થઈ ગયો હતો.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, નાહવા પડેલા યુવકોમાંથી 1 યુવકનું મોત થયું છે. સુરતના પર્વત પાટિયાનો પ્રવિણ નાહતા નદીમાં ડૂબ્યો અને તેનું મોત નીપજ્યું છે. પ્રવિણ સાથે અન્ય એક યુવક પણ ડૂબ્યો હતો જે હજુ લાપતા છે. પ્રવિણની નજર સામે જ ડૂબી રહેલા પિયુષ ગહેલોતનો હજુ કોઈ પતો નથી. પિયૂષ પણ મૂળ સુરતના પર્વત પાટિયાનો રહેવાસી છે. તેની શોધખોળ શરુ છે.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, બારડોલી મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. નદીમાં તરવૈયાઓએ દૂર દૂર સુધી લાપતા થયેલા પિયૂષને શોધવા શરુ કરી છે. પરંતુ હજુ સુધી તેની લાશ મળી નથી. આ સ્થિતિમાં આ કિસ્સો એક મોટી ચેતવણી લઈને આવ્યો છે. ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં આ પ્રકારે નદીમાં નાહવા પડવું એ મોતને આમંત્રણ આપવા જેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *