Budget 2025: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચી દીધો. જેમાં ખાસ કરીને 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત (Budget 2025) કરવાની જાહેરાત કરીને તેમણે સૌને ચોંકાવી દીધા. આ નિર્ણયનો ખાસ લાભ તો દેશના મધ્યમવર્ગ અને નૌકરિયાત વર્ગને થશે. આ સાથે ખેડૂતો, શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ, ઈલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી.
પરમાણુ ઉર્જા મિશન માટે મોટી જાહેરાત
2047 સુધીમાં ઓછામાં ઓછા 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા પેદા કરાશે.
2000 કરોડ રૂપિયાના ખર્ચે નાના, મોડ્યુલર રિએક્ટરના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઉર્જા મિશનની સ્થાપના કરવામાં આવશે.
2033 સુધીમાં ઓછામાં ઓછા પાંચ સ્વદેશી રીતે વિકસિત, નાના મોડ્યુલર રિએક્ટર કાર્યરત થઈ જશે.
બજેટમાં ટેક્સને લગતી મહત્ત્વની જાહેરાતો
4 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે
TDS ની મર્યાદા 6 લાખ કરાઈ
વૃદ્ધો માટે 1 લાખ સુધીની ટેક્સ છૂટ
TCSની મર્યાદા 7 લાખથી વધારી 10 લાખ કરાઈ
આ વસ્તુઓ સસ્તી થશે
મોબાઈલ ફોન
ઈવી કાર
એલઈડી ટીવી
મોબાઈલ ફોનની બેટરી
અનેક દવાઓ
ઈલેક્ટ્રોનિક ઉપકરણો
લેધર જેકેટ
કેન્સરની 36 દવાઓ
તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર ઊભા કરાશે
નિર્મલા સીતારમણે કહ્યું કે તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સાથે કેન્સરની સારવારની દવાઓ સસ્તી કરાશે. બીજી બાજુ 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે.
ગિગ વર્કર્સ માટે મોટી જાહેરાત
ઓનલાઈન પ્લેટફોર્મ માટે કામ કરતા ગિગ વર્કર્સને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવીને ઓળખ કાર્ડ આપવામાં આવશે અને તેમને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આનો લાભ લગભગ 1 કરોડ ગિગ વર્કર્સને મળશે.
સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત કરી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.
બજેટમાં બિહાર પર ખાસ પ્રેમ વરસાવ્યો
કેન્દ્રની મોદી સરકારે તેના મોટા સહયોગી નીતિશ કુમારના રાજ્ય બિહાર પ્રત્યે આ બજેટમાં ખાસ હેત વરસાવ્યો છે. બજેટમાં બિહાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાતો
1 લાખ અધૂરા મકાનોનું બાંધકામ પૂર્ણ કરાશે
સ્ટેટ માઈનિંગ ઈન્ડેક્સ બનાવાશે
પર્વતીય વિસ્તારોમાં બનશે નાના એરપોર્ટ
120 જગ્યા માટે ઉડાન સ્કીમની જાહેરાત
બિહારમાં નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલશે
20 હજાર કરોડનું પરમાણુ ઊર્જા મિશન
પટણા એરપોર્ટને વિકસિત કરાશે.
શહેરી વિકાસ માટે 1 લાખ કરોડનું ફંડ
મિથિલાંચલ માટે સિંચાઈ યોજનાની જાહેરાત
મત્સ્યપાલન ઉદ્યોગ માટે મોટી જાહેરાત
કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે ઉત્પાદન મિશન નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવાશે.
ઈન્ડિયન પોસ્ટ માટે નાણામંત્રીનું મોટું એલાન
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઈન્ડિયન પોસ્ટને એક મોટા પબ્લિક લોજિસ્ટિક્સ ઈન્સ્ટિટ્યૂટ તરીકે વિકસિત કરાશે. આ સાથે દેશમાં IIT ઈન્સ્ટિટ્યૂટની સંખ્યામાં પણ વધારો કરાશે.
ફૂટવેર યોજનાની જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે અમે એક ફૂટવેર યોજના બનાવી છે જે હેઠળ ભારતના ફૂટવેર અને લેધર ક્ષેત્રને આવરી લેવાશે. તેમાં 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1.1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસનું લક્ષ્ય રખાયું છે.
નવા ઈન્કમ ટેક્સ બિલમાં આ ફેરફારો સંભવ
ઈન્કમ ટેક્સ સંબંધિત કાયદાઓ અને નીતિ-નિયમોને સરળતાથી સમજવા સરળ ભાષા
બિનજરૂરી અને વધારાની જોગવાઈઓ દૂર થશે
ટેક્સ સંબંધિત લિટિગેશનમાં ઘટાડો થશે
કરદાતાઓ સરળતાથી અનુપાલન કરી શકશે
આઈટી રિટર્ન પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવાશે.
બજેટ 2025માં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો
IITમાં 6500 સીટ વધારવામાં આવશે
3 AI કેન્દ્રો ખોલવામાં આવશે
ભારતનેટ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રની દરેક સેકેન્ડરી સ્કૂલ અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવવામાં આવશે
સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણમાં ભારતીય ભાષાઓના ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે
આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર કેન્દ્રો સ્થાપવામાં આવશે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2025-26માં 200 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે
સિનિયર સીટીઝન માટે મહત્વની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તેમના બજેટ ભાષણમાં સિનિયર સિટીઝન્સ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. જેમાં સિનિયર સિટીઝન્સ માટે વ્યાજની આવક પર વ્યાજ પર TDSની સીમા વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. સિનિયર સિટીઝન્સ માટે વ્યાજની આવક પર TDSની સીમા માટેની હાલની મર્યાદા ₹50,000 હતી, જે હવે બમણી કરીને ₹1 લાખ કરવામાં આવી છે. આ સિવાય સરકારે જૂના નેશનલ સેવિંગ્સ સ્કીમ (NSS) ખાતા ધરાવતા સિનિયર સિટીઝન્સ અને સુપર સિનિયર સિટીઝન્સને પણ રાહત આપી છે. જે ખાતાઓ પર હવે વ્યાજ મળતું નથી તેના પર કરવામાં આવેલો ઉપાડ 29 ઓગસ્ટ, 2024 પછી ટેક્સ ફ્રી કરવામાં આવશે.
ઘર ખરીદનારને મળશે રાહત
SWAMIH (Special Window for Affordable and Mid-Income Housing) ફંડ એક સરકારી પહેલ છે, જેનો હેતુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફસાયેલા હાઉસિંગ પ્રોજેક્ટને નાણાંકીય સહાય આપવાનો છે. ઘણાં એવા પ્રોજેક્ટ છે, જ કાયદાકીય અડચણ, નાણાંકીય સંકટ અથવા અન્ય કારણોથી અધૂરા રહી ગયા છે. આ ફંડ એવા પ્રોજેક્ટને પુનર્જીવિત કરશે અને ઘર ખરીદનારાઓને રાહત પ્રદાન કરશે.
ખેડૂતો માટે કરવામાં આવેલી મહત્વની જાહેરાતો
ભારતના પારંપારિક સુતર ઉદ્યોગને પ્રોત્સાહન
કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી
યુવાનોને રોજગારી પુરી પાડવાની પ્રાથમિકતા
કઠોળમાં આત્મનિર્ભરતાનું મિશન
બિહારમાં મખના બોર્ડની રચના કરવામાં આવશે.
ટેક્સ, ઉર્જા અને શહેરી વિકાસ પર ફોકસ
ગરીબ, યુવા, ખેડૂતો અને નારી શક્તિ પર ફોકસ
નાના એરપોર્ટની કાયા બદલાશે
નાણાંમંત્રીએ જણાવ્યું કે, ઉડાનની સફળતાથી પ્રેરિત થઈને એક સંશોધિત યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના પહાડી, મહત્વાકાંક્ષી અને ઉત્તર-પૂર્વીય પ્રાદેશિક જિલ્લાઓમાં હેલિપેડ અને નાના એરપોર્ટની કાયા પણ બદલી નાખશે. સરકારના આ નિર્ણયનો ફાયદો 120 કરોડ લોકોને થશે. આ સાથે જ બિહારમાં એક ગ્રીનફીલ્ડ એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે.
ડે કેર કેન્સર સેન્ટર
બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે, ‘આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં ડે કેર કેન્સર સેન્ટર ખોલશે. નાણાંકીય વર્ષ 2025-26માં આવા 200 કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આનાથી ઘણાં ગરીબ અને મધ્યમ આવક ધરાવતા લોકોને ફાયદો થઈ શકે છે જેઓને મોંઘી કેન્સરની સારવાર પરવડી શકે તેમ નથી.
દવાઓ સસ્તી થશે
કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી દવાઓની યાદીમાં 36 જીવનરક્ષક દવાઓ ઉમેરવામાં આવશે. 37 વધુ દવાઓ અને 13 નવા પેશેન્ટ એસિસ્ટેન્ટ પ્રોગ્રમને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે. જોકે, 5 ટકાની રાહત કસ્ટમ ડ્યુટી સાથે 6 જીવનરક્ષક દવાઓ આ યાદીમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે અને તબીબી સાધનો સસ્તા થશે.
ટેક્સ સ્લેબ
નવી ટેક્સ રિજિમમાં જો તમારી આવક 12 લાખ સુધીની છે. તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમાં પણ પગારદારોને રૂ. 75000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે, તેથી તેઓ 1275000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12થી 15 લાખ સુધીની આવક પર 15 ટકા ટેક્સ, 15 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા અને 20 લાખથી 25 લાખ સુધીની આવક પર 25 ટકા, 25 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App