મોટી જાહેરાત- હવે આ નિયમ સાથે આપશે કોરોના રસી

હાલમાં નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડની વેક્સિન વિશે કરવામાં આવેલી ભલામણોને સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. આ મુજબ, કોરોનાથી રીકવર થનાર દર્દીને 3 મહિના બાદ વેક્સીનનો ડોઝ આપી શકાશે. આ ઉપરાંત ફીડિંગ કરાવતી માતાઓને પણ વેક્સિન આપવાની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે.

આ 3 ભલામણનો મંજૂરી મળી
1. વેક્સિનેશન પહેલાં કોઈ પણ વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટની જરૂર નથી.
2. કોઈ પણ વ્યક્તિ વેક્સિન લીધાના 14 દિવસ બાદ બ્લડ ડોનેટ કરી શકશે. જો કોઈ વ્યક્તિ કોવિડ પીડિત છે અને 14 દિવસ પછી તેનો આરટી-પીસીઆર નેગેટિવ આવે તો તે પણ બ્લડ ડોનેટ કરી શકે છે.

3. જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે આઈસીયુની જરૂર છે તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારપછી તેને વેક્સિન આપવામાં આવશે.
4. હવે કોરોના થયેલાને 90 દિવસ બાદ રસી આપવામાં આવશે.

વેક્સિનેશન માટે આ લોકોએ રાહ જોવી પડશે
– જે લોકો પહેલાં ડોઝ પછી સંક્રમિત થયા છે, તેમને પણ રિકવરીના 3 મહિના બાદ કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.
– કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમાં આપવામાં આવ્યા છે. તેમને પણ હોસ્પિટલથી ડિસચાર્જ થયાના ત્રણ મહિના પછી વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
– ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવા વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સ્તનપાન કરાવતી માતાઓ રસીકરણ કરાવી શકશે.

– જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે આઈસીયુની જરૂર છે તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારબાદ જ તેને વેક્સિન આપવામાં આવશે.
– જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને રિકવરીના 3 મહિના બાદ જ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

રાજ્યોને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયનો પત્ર
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ ભલામણોનું પાલન કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યોમાં આ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રએ જણાવ્યું છે કે, જનતાને જાગ્રત કરવા દરેક માધ્યમોનો ઉપયોગ કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *