કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO, Employees Provident Fund Organization) એ શનિવારે નાણાકીય વર્ષ 2021-22 માટે ભવિષ્ય નિધિ (PF, Provident fund) થાપણો પર વ્યાજ દર(Interest rate) ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય લીધો છે. એક રીપોર્ટ અનુસાર, આ ચાર દાયકાથી વધુનો સૌથી ઓછો વ્યાજ દર છે. નાણાકીય વર્ષ 2020-21માં આ દર 8.5 ટકા આપવામાં આવ્યો હતો. અગાઉ, EPF પરનો વ્યાજ દર 1977-78માં સૌથી ઓછો 8 ટકા હતો.
મળતી માહિતી અનુસાર દેશમાં EPFOના લગભગ પાંચ કરોડ સભ્યો છે. “EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની શનિવારે બેઠક મળી હતી જેમાં 2021-22 માટે EPF પર વ્યાજ દર 8.1 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
EPFO fixes 8.1 pc as rate of interest on EPF deposits for 2021-22: Sources
— Press Trust of India (@PTI_News) March 12, 2022
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ માર્ચ 2021માં EPF થાપણો પર 2020-21 માટે વ્યાજ દર 8.5 પર રાખવાનો નિર્ણય લીધો હતો. તેને નાણા મંત્રાલયે ઓક્ટોબર 2021માં મંજૂરી આપી હતી. હવે CBTના તાજેતરના નિર્ણય પછી, 2021-22 માટે EPF ડિપોઝિટ પર વ્યાજ દરની માહિતી મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. માર્ચ 2020 માં, EPFOએ 2019-20 માટે સાત વર્ષમાં ભવિષ્ય નિધિની થાપણો પર વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરવાનો નિર્ણય લીધો હતો, જે 2018-19માં 8.65 ટકા હતો.
શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે નાણાકીય વર્ષ 2021-2 માટે 8.1%ના વ્યાજ દરની ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે. EPFO બોર્ડની ભલામણ ટૂંક સમયમાં નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. એક રીપોર્ટ અનુસાર, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક ગુવાહાટીમાં યોજાઈ હતી. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ઓર્ગેનાઈઝેશનનો આ નિર્ણય નોકરીયાત લોકો માટે ચોક્કસપણે કોઈ આંચકાથી ઓછો નથી. આ નિર્ણયથી EPFOના લગભગ 6 કરોડ લોકોને આંચકો લાગ્યો છે.
એક તરફ દેશમાં લોકો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે, આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરકારે પીએફ પર વ્યાજ ઘટાડી દીધું છે. નાણાકીય વર્ષ 1977-78માં, EPFOએ 8%નો વ્યાજ દર નક્કી કર્યો હતો. તે પછી, હવે ખૂબ ઓછું વ્યાજ મળશે. અત્યાર સુધી, 8.25% અથવા વધુ વ્યાજ ઉપલબ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.