GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર: અભ્યાસક્રમમાં કરાયો આ ફેરફાર, જાણો વિગતે

GPSC Recruitment Exam: GPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે, સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, GPSC ના ચેરમેન હસમુખ પટેલે જાહેર કર્યું કે GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો દર્શાવે છે કે GPSC (GPSC Recruitment Exam) ભરતી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરશે. જેણે એક જ સામાન્ય અભ્યાસ અભ્યાસક્રમ નક્કી કર્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, ભરતી પરીક્ષામાં એક જ સામાન્ય અભ્યાસ અભ્યાસક્રમ હશે. નોંધનીય છે કે, વિવિધ ભરતી પરીક્ષાઓ માટે ઉમેદવારો પાસે અલગ અલગ અભ્યાસક્રમો હતા.

સંમતિપત્રકની ફી લેવામાં આવશે નહિ
GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, વધારે ઓબ્જેક્શન આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, વાંધાઓ સાથે એવિડેન્સ જોડવામાં આવે છે. કેટલાક તત્વો દ્વારા ઉમેદવારો પાસે અરજી કરાવતી હતી. જેથી હવે વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

રાજ્ય વેરા અધિકારી પરીક્ષામાં સંમતિપત્રક લેવામાં આવશે. સંમતિપત્રકમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહિ. સરકારના પૈસા અને સમય ન વેડફાય એ માટે સંમતિપત્રકની પ્રક્રિયા અમલમાં મૂકી છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 11 ભરતી પરીક્ષા યોજાશે. 11 પરીક્ષામાં જાહેર સેવા આયોગ દ્વારા ફેરફાર કરાયો છે.

11 કેડરની ભરતીમાં પ્રાથમિક કસોટીમાં ફેરફાર થયો છે. ભાગ-1 પ્રશ્નપત્ર તમામ કેડર માટે એક સમાન રહેશે. ભાગ-2નું પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ અલગ રહેશે. અગાઉ દરેક કેડર માટે ભાગ-2નું પેપર અલગ અલગ નીકળતું હતું. દરેક કેડરના ભાગ-1નો અભ્યાસક્રમ એકસરખો હોવાથી હવે ભાગ-1નું પેપર કોમન રહેશે.