વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આગામી ત્રણ દિવસમાં ફેરફાર થવાની સંભાવના છે. કેબિનેટના વિસ્તારમાં ખરાબ નીવડી રહેલા અને ખરાબ દેખાવ કરનાર અનેક મંત્રીઓની હકાલપટ્ટી થઈ શકે છે. આગામી વર્ષે 5 રાજ્યોના ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવા ચહેરાઓને તક મળી શકે છે. કેન્દ્ર સરકારમાં હાલમાં 81 મંત્રીઓ બનાવી શકાય છે અને હાલમાં સરકાર પાસે માત્ર 53 મંત્રી છે એટલે કે ૨૮ મંત્રીઓનો આગામી સમયમાં સમાવેશ થઇ શકે છે. અડધો ડઝન કેબિનેટ મંત્રીઓ પાસે એક કરતાં પણ વધુ મંત્રાલયની જવાબદારી છે. આ મંત્રી ઉપર રહેલી જવાબદારીને ઘટાડવા માટે વડાપ્રધાન મોદી વિચારી રહ્યા છે.
જોવા જઈએ તો હાલમાં મોદી સરકારમાં 9 મંત્રી એવા છે જેમની પાસે એક કરતાં પણ વધુ વિભાગોની જવાબદારીઓ છે. જેમાં પ્રકાશ જાવડેકર ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, હર્ષવર્ધન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપસિંહ પૂરી શામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે જેમાં ખરાબ દેખાવ કરનાર અનેક મંત્રીઓની હકાલ પટ્ટી પણ થઇ શકે તેવું જણાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેબિનેટના ૩૦થી ૩૫ ટકા ચહેરાઓ બદલાઈ શકે છે. જોવા જઈએ તો હાલમાં કેબિનેટમાં કુલ ૨૧ મંત્રી છે. તેમની સંખ્યામાં વધારો થઈ શકે છે.
સંભવિત મંત્રીઓના નામમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્વાનંદ સોનોવાલના નામ મુખ્ય છે. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હોવાથી ત્યાંથી પાંચ મંત્રી બની શકે તેવી શક્યતાઓ છે. જે મંત્રીમાં રામશંકર કથિરિયા, રીટા બહુગુણા જોશી, વરુણ ગાંધી, ઝફર ઈસ્લામ અને અનિલ જૈનના નામ ચર્ચામાં છે.
કેબીનેટની બેઠકમાં ફેરફાર થવાની શક્યતાઓ હેઠળ ભરતીય જનતા પાર્ટીના નેતાઓમાંથી કર્ણાટકમાંથી પ્રતાપ સિંહા, ઉત્તરાખંડમાંથી અજય ભટ્ટ અથવા અનિલ બલૂની, હરિયાણામાંથી બ્રજેન્દ્ર સિંહ, પશ્ચિમ બંગાળમાંથી જગન્નાથ સરકાર, શાંતનુ ઠાકુર અથવા નિસિથ પ્રમાણિક, ઓડિશામાંથી અશ્વિની વૈષ્ણવ, રાજસ્થાનમાંથી રાહુલ કાસવાન, મહારાષ્ટ્રમાંથી પૂનમ મહાજન અથવા પ્રીતમ મુંડે અથવા હિના ગાવિતનું નામ ચર્ચામાં છે. જયારે આ સંભવિત મંત્રીઓની યાદીમાં દિલ્હીથી મિનાક્ષી લેખી અથવા પરવેશ વર્માનો પણ સમાવેશ થઇ શકે છે.
સંભવિત મંત્રીઓ વચ્ચે હજુ એ સ્પષ્ટ થયું નથી કે, બિહારમાં મુખ્યમંત્રી એવા નીતિશ કુમારની જેડીયુમાંથી કોઈને કેન્દ્રીય મંત્રી મંડળમાં જગ્યા મળશે કે નહીં. નીતિશે 2019માં કેન્દ્રીય મંત્રી બનવાનો ઇનકાર કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, નીતીશ ઓછામાં ઓછા 2 મંત્રાલયોની રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જેમાં રામનાથ ઠાકુર અને સંતોષ કુશવાહા તથા લલ્લન સિંહનો સમાવેશ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.