કેબીનેટની પ્રથમ બેઠકમાં જ CM ભુપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, તાબડતોડ લેવામાં આવ્યા આ મોટા નિર્ણયો

ગુજરાત(Gujarat): આજે નવા મુખ્યમંત્રી સાથે મળેલી ગુજરાત સરકાર(Government of Gujarat)ની મળેલી પ્રથમ કેબિનેટ બેઠક(Cabinet meeting)માં મોટા અને મહત્વના નિર્ણયો(Important decisions) લેવામાં આવ્યા છે. કુદરતી આફતોની સહાયમાં વધારાથી માંડીને તમામ મંત્રીઓને સપ્તાહમાં 3 દિવસ ગાંઘીનગરમાં હાજર રહી લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવાનો મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકાર(Government of Bhupendra) દ્વારા લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક પછી આજે જ નિમાયેલા સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે નીમવામાં આવેલ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani) દ્વારા આ પ્રકારની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ કેબિનેટ બેઠકમાં જ પહેલો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે છે લોકોને કુદરતી આફતમાં મળતી સરકારી સહાય. જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પહેલા તાઉતે વાવાઝોડાએ અને બાદમાં થોડા દિવસ પહેલા વરસાદે ભયંકર પૂરથી તબાહી મચાવી છે. જેને લીધે લોકોની ઘરવખરી સહિત ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે અગાઉથી જ સહાય માટે સર્વેની કામગીરીનો આદેશ આપી દીધો હતો.

ઝડપથી ચાલી રહેલી સર્વેની કામગીરી વચ્ચે સરકારની આજે મળેલી કેબિનેટ બેઠકમાં મોટો અને મહત્વનો નિર્ણય કરી કુદરતી આફતની સહાયમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ઘરવખરીની સહાય વધારીને 7 હજાર રૂપિયા, અંશત: કાચા મકાનો માટે રૂ.10 હજાર રૂપિયાની સહાય, કાચા મકાનો માટે 9800 રૂપિયાની સહાય, જયારે દુધાળા પશુઓ માટેની સહાય 30 હજાર રૂપિયાથી વધારી 50 હજાર કરવામાં આવી છે. આ સહાય વધારાનો સીધે સીધો જ ફાયદો પૂર અસરગ્રસ્ત લોકોને મળશે.

મંત્રીઓને ત્રણ દિવસ ગાંધીનગરમાં જ રહેવા માટે આપવામાં આવ્યો આદેશ:
ગુજરાત સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સોમ, મંગળ અને બુધવારે મંત્રીઓને અચૂક ગાંધીનગરમાં હાજર રહે તે માટેનો આદેશ આપી દેવાયો છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે અને તેમના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે સાથે અધિકારીઓને પણ હાજર રહેવા માટે પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ પહેલથી લોકો અને કાર્યકર્તા સીધા જ તેમના પ્રશ્નો મંત્રીઓ સુધી પહોંચાડી શકશે અને જલ્દીથી જલ્દી પ્રશ્નોનું નિવારણ આવે. સરકારે આપેલા આદેશ બાદ હવે આવતા સોમ, મંગળ અને બુધ વારે તમામ મંત્રીઓ સહિત અધિકારીઑની ટુકડી પણ ગાંઘીનગરમાં જ જોવા મળશે.

જાણો કોણ બન્યું સરકારના મુખ્ય પ્રવક્તા?
આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. જે બેઠક હાલમાં પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા સરકાર દ્વારા બે મંત્રીઓને પ્રવક્તા બનાવામાં આવ્યા છે. ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી તડામાડ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમા પાર્ટી દ્વારા અનેક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, જે મંત્રીઓને ગુજરાત સરકારના પ્રવક્તા બનાવામાં આવ્યા છે. તે બે મંત્રીઓના નામ રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *