વધુ એક પેપરકાંડ: ગુજરાત બોર્ડનો મોટો છબરડો આવ્યો સામે

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલમાં બોર્ડની પરીક્ષા(Board Exam)ઓ ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે એક મોટા સમાચાર(Big News) સામે આવી રહ્યા…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલમાં બોર્ડની પરીક્ષા(Board Exam)ઓ ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે એક મોટા સમાચાર(Big News) સામે આવી રહ્યા છે. ત્યારે ધોરણ 12નું સંસ્કૃતના પેપર(12th Board Sanskrit Paper)માં કોર્સ બહારનું પૂછવામાં આવતા વિધાર્થી સહિત વાલીઓની ફરીયાદ ઉઠવા પામી હતી.

મહત્વનું છે કે, ત્યારે બોર્ડ દ્વારા સંસ્કૃતનું પેપર ફરી લેવાનો એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચકાસણી દરમિયાન 90 % કોર્સ બહારના પ્રશ્નો પૂછવામાં આવતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ત્યારે હવે 29 માર્ચના રોજ ફરી સંસ્કૃતનું પેપર લેવામાં આવશે. આ પેપરનો સમય બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહેશે.

જણાવી દઈએ કે, ધોરણ 12 સંસ્કૃતનું પેપર 20 માર્ચના રોજ યોજાયું હતું, જો કે પેપરમાં 90 % પ્રશ્નો કોર્સ બહારના જ પુછાયા હતા, જેને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે વિદ્યાર્થીઓ સહિત વાલીઓની પણ ફરિયાદ ઉઠી હતી, ત્યાર બાદ બોર્ડ દ્વારા પેપરની ચકાસણી કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આ ચકાસણી દરમિયાન કોર્સ બહારના પ્રશ્નો પેપરમાં પૂછાયું હોવાનું સામે આવતા બોર્ડ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 29 માર્ચના રોજ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો સમય બપોરે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સંસ્કૃતમાં 530 જેટલા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *