કિંગ ઓફ સાંળગપુર! આજે હનુમાનજીની 30 હજાર કિલોની 54 ફૂટ ઊંચી મૂર્તિનું થશે અનાવરણ- જાણો વિશાળ મૂર્તિનો શું છે મહિમા

Sarangpur Kashtbhanjan Dev: આપણે બધા જાણીએ છીએ કે, શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ(Salangpur Dham). વાત કરવામાં આવે તો સાળંગપુર ધામમાં ભગવાન શ્રી હનુમાનજી(Hanumanji) એટલે કે કષ્ટભંજન દેવ બિરાજમાન છે. સાળંગપુર ધામની આ પાવન ધરતી પર કષ્ટભંજન દેવ(Kashtbhanjan Dev)ની પંચધાતુની મૂર્તિનું વિશાળ નિર્માણ કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, બોટાદમાં કષ્ટભંજન દેવના મંદિર પાસે સાળંગપુરના કષ્ટભંજન દેવ ની મૂર્તિ સ્થાપિત થયા પછી સાળંગપુર ધામની આખી કાયા જ પલટાઈ જશે. 54 ફૂટની આ વિશાળ પ્રતિમા સાત કિલોમીટર દૂરથી પણ દાદા ના દર્શન કરી શકાશે. ભાવિક ભક્તો દાદા ને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકે તે પ્રકારની વિશાળ પ્રતિમા અહીં પંચધાતુ માંથી નિર્માણ કરવામાં આવી છે.

સાળંગપુર ધામના વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ હનુમાન મંદિરમાં ભાવિક ભક્તજનોને નવું નજરાણું જોવા મળશે. સાથે ભક્તોની શ્રદ્ધા અને ભાવમાં પણ વધારો થશે. કષ્ટભંજન દેવની આ મૂર્તિ મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે બનાવી છે.

54 ફૂટ ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ પંચધાતુ માંથી બનાવવામાં આવી છે અને તેની અંદરનું સ્ટ્રક્ચર સ્ટીલનું છે. કષ્ટભંજન દેવની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામ માં આકાર પામી હતી એટલું જ નહીં પરંતુ દાદા ની આ મૂર્તિ નો વજન 30,000 કિલો હશે.

વાત કરવામાં આવે તો 13 ફૂટના બેજ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે, જેના સાત કિલોમીટર દૂરથી પણ ભક્તો દર્શન કરી શકશે. માત્ર એટલું જ નહીં પરંતુ દાદા ની આ મૂર્તિ એટલી મજબૂત હશે કે, તેના પર ભૂકંપના મોટા ઝટકા ની પણ કોઈ અસર થશે નહીં.

કષ્ટભંજન દેવની આ મૂર્તિ કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેવા જઈ રહી છે. દાદાની આ મૂર્તિ ની ડિઝાઇન અને માર્ગદર્શન કુંડળના જ્ઞાનજીવનદાસ સ્વામી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ આ સમગ્ર પરિસરમાં સુંદર ભોજનાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આખો પ્રોજેક્ટ 1,45,888.49 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. પ્રોજેક્ટની ડીઝાઈન એંશીયન્ટ આર્કિટેક્ચર મુજબ કરવા આવી છે. આ પ્રોજેક્ટ આર્કિટેક્ટ ચીરાગભાઈ ગોટી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. કિંગ ઓફ સાળંગપરુ પ્રોજેક્ટ 11 કરોડના ખર્ચે તૈયાર થશે. અહીં દરરોજના 200-300  જેટલા કારીગરો દિવસના 8 કલાક કામ કરતા હતાં. શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામિની પ્રેરણાથી આ વિશાળ મુર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મહત્વની વાત તો એ છે કે, 30 હજાર કિલોની દાદાની આ વિશાળ મૂર્તિ 5,000 વર્ષ અડીખમ રહી શકે એ પ્રકારનું મજબૂત તેનું માળખું છે. તેના વિવિધ પરિમાણોની વાત કરવામાં આવે તો મુગટ- 7 ફુટ ઊંચો અને 7.5 ફુટ પહોળો, ગદા 27 ફુટ લાંબી અને 8.5 ફુટ પહોળી, હાથ- 6.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા હાથના કડા- 1.5 ફુટ ઊંચા અને 2.5 ફુટ પહોળા, પગ- 8.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા, પગનાં કડા- 1.5 ફુટ ઉચા અને 3.5 ફુટ પહોળા, આભૂષણ- 24 ફુટ લાંબા અને 10 ફુટ પહોળા અને તેના સેન્ટરમાં 17 ફુટ ઊંડો મજબુત બેઝ રહેશે.

આ વિશાળ પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે, અહીં 3થી 4 સ્ટેપ્સમાં મૂર્તિ લગાવવામાં આવશે. દાદાની આ ભવ્ય મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલું જ નહીં દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવશે. અને એક વિશાળ એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા પણ માણી શકશે.

હનુમાન જયંતી આવી ગઈ છે અને અહીં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું કામ પણ પૂર્ણ થઈ ચુક્યું છે. આ હનુમાન જયંતીના આગલા દિવસે એટલે કે આજરોજ હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી દેશની પહેલી મૂર્તિ ‘કિંગ ઓફ સાળંગપુર’નું સાંજે 4 વાગ્યે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ અને સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *