છેલ્લા કેટલાક સમયથી ગૃહમંત્રી અમિત શાહ આક્રમક બનીને બંગાળના પ્રવાસ કરી રહ્યા છે અને વધુ એક પ્રવાસમાં ગૃહમંત્રી અમિત શાહની શાંતિ નિકેતનની મુલાકાત દરમિયાન ટીએમસીએ વિશ્વ ભારતી યુનિવર્સિટી કેમ્પસમાં ફોટાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. ટીએમસીએ કહ્યું છે કે યુનિવર્સિટીમાં બીજેપીએ જે પોસ્ટર લગાવ્યા છે તેમાં અમિત શાહનો ફોટો ગુરુદેવ ટાગોરના ફોટા ઉપર છે. બંગાળ સરકારના મંત્રી અને ટીએમસી નેતા સુબ્રત મુખર્જીએ કહ્યું છે કે ભાજપ અને અમિત શાહે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો અનાદર કર્યો છે.
તમને જણાવી દઈએ કે અમિત શાહની બંગાળ મુલાકાતનો આજે બીજો દિવસ છે. અમિત શાહ આજે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું જન્મસ્થળ બીરભૂમમાં છે. બીરભૂમમાં, અમિત શાહે શાંતિનિકેતનની વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અમિત શાહને આવકારવા માટે ભાજપના કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસમાં અમિત શાહની તસવીરો લગાવી છે. આ ફોટામાં ટોચ પર અમિત શાહ નજરે પડે છે. તેમની નીચે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું સ્કેચ છે.
અને હવે મમતાની પાર્ટી ટીએમસીએ આ ફોટાઓને મુદ્દો બનાવ્યો છે. ટીએમસી સરકારના પ્રધાન સુબ્રત મુખર્જીએ કહ્યું છે કે ભાજપને બંગાળની સંસ્કૃતિ ખબર નથી. તેમણે કહ્યું છે કે ગુરુદેવનો ફોટો નીચે મૂકીને ભાજપ અને અમિત શાહે ગુરુદેવ ટાગોરનો અનાદર કર્યો છે. અમિત શાહે શાંતિ નિકેતનની વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી. આ પછી, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રવીન્દ્ર સંગીત પર રંગીન સમારોહ રજૂ કર્યો.
વિશ્વ ભારતીની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં સ્થાનિક નિવાસી મોનીષા બોંડોપાધ્યાએ જણાવ્યું હતું કે, “ટાગોરે જે વિરોધ કર્યો છે તે ભાજપ રજૂ કરે છે. ભાજપ તેમના કથામાં બંધબેસે તે માટે રવિન્દ્રનાથને યોગ્ય બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. વર્તમાન વીસી કેમ્પસમાં ભગવો લાવવા અને ટાગોરના વિચારો અને સિધ્ધાંતો ભૂંસી નાખવા સખત પ્રયાસ કરી રહ્યો છે. અમે તેની કડક નિંદા કરીએ છીએ. ”
આમ હવે રવીન્દ્રનાથ ટાગોરના ફોટો મુદ્દે રાજનીતિ કરીને અમિત શાહના પ્રયાસોને રોળવામાં તૃણમુલ કોંગ્રેસ લાગી ગઈ છે. ત્યારે આવનારા સમયમાં જોવું રહ્યું કે કોની હઠ જીતે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle