સુરતમાં ઠેર-ઠેર ઝડપાઈ રહ્યા છે કુટણખાના, આ વિસ્તારમાં વધુ એક સ્પામાં મસાજના નામે થતો હતો દેહવ્યાપારનો ધંધો

સુરત (ગુજરાત): આજકાલ રાજ્યમાંથી સતત ગેરકાદેસર થતા ગોરખધંધાઓ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત (Surat)માં પણ આવા કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર સુરતના ઉમરા પોલીસ સ્ટેશન (Umra Police Station)ની હદમાંથી મસાજના નામે દેહ વ્યાપાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ સુરતના અનેક વિસ્તારોમાં ધમધમી રહેલા કુટણખાના ઝડપાયા છે, અને લાખોનો મુદ્દમાલ પોલીસે જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, ઈચ્છાનાથ સોમનાથ નહાદેવ, નેહરુ નગરની પાછળ, શિવમ એપાર્ટમેન્ટ, પહેલો માળ, ડી-4 ફ્લેટ રાજભાઈ, રાજુભાઈ મીઠાપર, ભગતભાઇ, સરકાર ભાઈ, ડાયમંડભાઈએ ભાડે રાખીને મસાજના નામે લલનાઓ રાખી, ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને, શરીરસુખ માણવાની સવલતો પૂરી પડતો ગોરખધંધો ચાલતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે આ જગ્યાએ રેડ પાડવામાં આવતા સંચાલક આનંદ નટવરભાઈ જાદવ, 1000 રૂપિયા, 1 ફોન, 1 કોન્ડમ, એમ મળી કુલ 6000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. સંચાલક સાથે મળી આવેલ એક મહિલાને વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

બાદમાં તેમને ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ફ્લેટ ભાડે રાખનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *