Currency Note Shortage: ભારત દેશ પણ હવે અન્ય દેશોનું જેમ ડિજિટલ બન્યો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કારણે લોકો લગભગ હવે ખિસ્સામાં રૂપિયા રાખવાની આદત ભૂલ્યા છે. અને જેની અસર માર્કેટમાં કરન્સી નોટની અછતમાં વર્તાઈ રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ સાંસદે નાણાં મંત્રી (Currency Note Shortage) નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે અને નાની મૂલ્યની કરન્સી નોટની માર્કેટમાં અછતનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આ નોટોની અછતને પગલે મોટી સમસ્યા થઈ રહી છે.
લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે નાની મૂલ્યની કરન્સી અંગે ચિંતા વ્યકિત કરી નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે, માર્કેટમાં છાપેલી નોટોની અછત થઈ ગઈ છે, જેના કારણે ગરીબોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. 10, 20 અને 50 ની નોટની તંગીને કારણે ગ્રામ્ય વિસ્તારના ગ્રામીણ અને શહેરી ગરીબોને તકલીફ થઈ રહી છે.
યુપીઆઈ અને કેશલેશ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નાની નોટને છાપવાનું બંધ કરી દીધું છે. પત્રમાં તેમણે જણાવ્યું કે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની વાત તો સમજમાં આવે છે, પરંતું તેનાથી લોકોને અસર પડી રહી છે. કારણ કે જે લોકો ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ નથી કરતા તેમને સમસ્યા આવી રહી છે. ખાસ કરીને ગ્રામીણ ભારતના લોકોને તકલીફો પડી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે લોકોના મુદ્રા પ્રાપ્ત કરવાના મૌલિક અધિકારોનુ ઉલ્લંઘન થઈ રહ્યું છે. માર્કેટમાં ઓછા અંકની નોટને કારણે નાના કારોબારી પ્રભાવિત થઈ રહ્યાં છે. મજૂર વર્ગ, રેંકડીવાળા કામ કરતા લોકો નાની કરન્સી પર નિર્ભર છે. કોંગ્રેસના સાંસદે ફાઈનાન્સ મંત્રીને કહ્યું કે, આરબીઆઈએ ઓછી રકમની કરન્સી નોટનું છાપકામ કરવુ જોઈએ. તેમજ ગામમાં ડિજીટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપવું જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App