કોલેજના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પરીક્ષાઓને લઈને UGCએ લીધો મહત્વનો નિર્ણય

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક સાબિત થઈ છે જેમને કારણે કેટલાય દર્દીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જયારે લોકોને ઓક્સીજન અને બેડ પણ નથી મળી રહ્યા. ત્યારે આ વધી રહેલ કોરોનાનું સંક્રમણ વિધાર્થોમાં ન ફેલાઈ એટલે વિધાર્થી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આ કોરોનાના સંક્રમણ વચ્ચે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ એક મોટો નિર્ણય કર્યો છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ પરીક્ષાઓને લગતો નિર્ણય અલગ અલગ યુનિવર્સિટીઓ પર છોડી દીધો છે. કહ્યું છે કે જે તે યુનિવર્સિટીઓ પોતાની સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા યોજવી કે નહિ અથવા તો વિદ્યાર્થીઓને આગળના સેમેસ્ટરમાં પ્રમોટ કરવાનો નિર્ણય લઇ શકશે. જ્યારે પરિસ્થિતિને જોતા મોટાભાગે યુનિવર્સિટીઓએ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બાદ કરતા બાકીના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર જ પ્રમોટ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે યુનિવર્સિટીઓએ UGC તરફથી મળેલ ગયા વર્ષની પરીક્ષાઓની ગાઈડલાઈનને આધાર બનાવી છે.

જીસીના સચિવ ડૉ. રજનીશ જેનના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીઝ સ્વયમ સંસ્થા હોય છે. આ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ અને શૈક્ષણિક સત્ર વગેરેને લઈને ઉચ્ચસ્તરીય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. યૂજીસી દ્વારા કહેવાયું છે કે કોરોના સંક્રમણ દેશના અલગ અલગ ભાગોમાં ઓછું અને વધારે જોવા મળે છે. ત્યારે આ સમયમાં પરીક્ષાઓને લઇને અત્યારે કોઈ કડક ગાઈડલાઇન્સ બનાવવામાં નથી આવી. આ દરમિયાન યુનિવર્સિટીઓએ સ્નાતકના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અથવા તો પછી ગયા વર્ષના આધારે માર્ક્સ આપી પ્રમોટ કરવાનું શરૂ કરી દીધું છે.

જયારે અંતિમ વર્ષના વિધાર્થીઓ માટે હાલમાં પરીક્ષાઓને લઇને કોઈ નિર્ણય જૂનના પ્રથમ અઠવાડિયામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બાદ લેવામાં આવશે. જયારે યુનિવર્સિટીઓ પોતાના વિસ્તારની કોરોનાની સ્થિતિ મુજબ નિર્ણય કરી શકશે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી કે આગળના સેમેસ્ટરમાં પ્રમોટ કરવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *