સરકારી બેંકના કર્મચારીઓ માટે મોટા સમાચાર! થશે ઓટોમેટિક ટ્રાન્સફર, પોલિસીને લઈને અપડેટ

Banks Transfer Policy: સરકારે બેંક કર્મચારીઓ માટે ટ્રાન્સફર પોલિસી અપડેટ કરવાની સલાહ આપી છે. નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) જેવી કે SBI, PNB, બેંક ઓફ બરોડા (BoB) વગેરેને ટ્રાન્સફર પોલિસીમાં કેટલાક પગલાં સામેલ કરવા સલાહ આપી છે. નાણા મંત્રાલયે (Banks Transfer Policy) એમ પણ કહ્યું હતું કે બોર્ડની મંજૂરી લીધા પછી આ નિયમો નાણાકીય વર્ષ 2026 ની શરૂઆતથી લાગુ કરવામાં આવે.

કર્મચારીઓને લોકેશન પ્રીફરેંસ ઓપશન આપવાની સુવિધા આપવામાં આવશે
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાશિયલ સર્વિસેસે પબ્લિક સેક્ટરની તમામ બેંકોને લખેલી એક ચિઠ્ઠીમાં કહ્યું કે, ટ્રાન્સફર પોલિસીની સમીક્ષા કરવામાં આવી છે. તૈયાથી વધારે પારદર્શિતા લાવી શકાશે. ત્યારબાદ એક સમાન પોલિસી તૈયાર કરવામાં મદદ મળશ.

અમુક સૂચિત કરેલા ફેરફારોમાં બેંકોને ટ્રાન્સફર પ્રોસેસને ઓટોમેટિક કરવા અને તેના માટે ઓનલાઈન પ્રોસેસ તૈયાર કરવાની સાથે પોતાના કર્મચારીઓને લોકેશન પ્રીફરેંસ ઓપશન આપવાની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નાણાં મંત્રાલયે આપી આ સલાહ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી મહિલા કર્મચારીઓને નજીકના સ્થળો, સ્ટેશનો, વિસ્તારોમાં ટ્રાન્સફર કરવામાં આવે. કર્મચારીઓ તરફથી ટ્રાન્સફર પોલિસીના ભંગની જે ફરિયાદો મળે છે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. નાણા મંત્રાલયની સલાહમાં કહેવામાં આવ્યું હતું કે PSBsને સલાહ આપવામાં આવે છે કે બદલાયેલી પોલિસીની નકલ વિભાગને વહેલી તકે મોકલે.

શું શું ફેરફાર થઈ શકે છે?
બેંક હવે પોતાની ટ્રાન્સફર પોલિસીને વધારે પારદર્શી બનાવવાની કોશિશ કરી રહ્યું છે. તેનાથી કર્મચારી એ જાણી શકશે કે તેમની ટ્રાન્સફર ક્યા અને કેવી રીતે કરવામાં આવશે. તેના સિવાય ઘણી બેંક ટ્રાન્સફર પ્રોસેસને ઓટોમેશન મોડમાં કરી રહી છે. બેંકો તરફથી કર્મચારીઓને ટ્રાન્સફર પોલિસીની જગ્યા વિશે પોતાની પસંદગી આપવાનો વિકલ્પ પણ આપવમાં આવે છે. બેંકોમાં કામ કરનાર મહિલા કર્મચારીઓને પાસેના સ્ટેશન પર ટ્રાન્સફર કરવાની કોશિશ રહે છે.