ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર- આવતીકાલે જાહેર થશે સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ આવતી કાલે જાહેર થશે. આવતી કાલે એટલે કે તારીખ…

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ આવતી કાલે જાહેર થશે. આવતી કાલે એટલે કે તારીખ 31 જુલાઈના રોજ ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે. સવારના 8 વાગ્યે ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે સ્કૂલો જ આ પરિણામ જોઈ શકશે. જયારે વિદ્યાર્થીઓ શાળા પાસેથી પરિણામ જાણી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટમાં ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ વિષયમાં ધોરણ 10ના ગણિતના માર્કસ ને ધ્યાને લેવા માટે પિટિશન દાખલ થઇ હતી. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ પિટિશન ગુજરાત હાઇકોર્ટે નકારી દીધી છે. જ્યાંરે હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

હાઇકોર્ટમાં અરજદાર એ અરજીમાં લખતા કહ્યું હતું કે, ધોરણ 12 કોમર્સ માં આકડાશાસ્ત્ર અને એકાઉંટ વિષયમાં ધોરણ 10 નું ગણિત ધ્યાન પર ન લેતા મોટાભાગના વિદ્યાર્થીઓના માનસ અને ટકાવારી ઘટી જશે. સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ વિષય ગાણિતિક વિષય છે. ધોરણ 10 નું ગણિત તેમનો પાયો છે.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના માસ પ્રમોશન દરમિયાન એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર વિષયમાં ધોરણ 10ના ગણિતના માર્ક ગણવા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, 12 કોમર્સના પરિણામમાં ધોરણ 10ના ગણિતના માર્ગ ન ગણી શકાય. એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર પરિણામોમાં ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના માર્ગ ગણવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે. હાઈ કોર્ટે તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *