ગુજરાત(Gujarat): રાજ્યમાં માવઠા(Mavthu)ની વધુ એક આગાહીને કારણે જગતના તાત માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગ(Meteorological Department)ની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે(Ambalal Patel) આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૭ થી ૯ માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર(Saurashtra)ના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.
રાજ્યમાં બે મહિનાના ગાળામાં કમોસમી વરસાદની વધુ એક આગાહીથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 7 માર્ચે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, સુરત, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર અને ૯ માર્ચે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર અને અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જોવામાં આવે તો રાજ્યમાં આગામી 24 કલાક ગરમીમાં વધારો થવાની સંભાવના જણાઈ રહી નથી. પરંતુ ત્યાર પછી ચાર દિવસ દરમિયાન તાપમાન ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે ગરમી વચ્ચે શહેરી લોકોને ચોક્કસપણે છુટકારો મળે તેવું આ આગાહી પરથી લાગી રહ્યું છે.
આ દરમિયાન ગઈ કાલે ૩૬.૬ ડિગ્રી સાથે સુરતમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદની વાત કરવામાં આવે તો સરેરાશ મહત્તમ તાપમાન ૩૪.૨ અને ગઇરાત્રે લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીને વટાવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
જેથી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતના જુદા જુદા પંથકમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યારે આ વરસાદની માઠી અસર ખેડૂતો પર પડી શકે છે જેથી જગતનો તાત ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.